જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને તેનાં સબ સેન્ટર્સ ખાતે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ની ભવ્ય ઉજવણી કરાઇ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને તેનાં સબ સેન્ટર્સ ખાતે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ની ભવ્ય ઉજવણી કરાઇ

✍️ મનિષ કંસારા   

ભરૂચ: “ ‘યોગા ફોર હ્યુમેનિટી’(માનવતા માટે યોગ)” આપણો ભારત દેશ યોગ ગુરૂ ગણાય છે. આપણી આ પ્રાચીન વિરાસતને વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનું ગૌરવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને અપાવ્યુ છે. 












   આઝાદીની લડત દરમ્યાન મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદે લોકોને આદ્યાત્મિક અને યોગના માધ્યમ થકી વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો. જેને પ્રચાર પ્રસાર માધ્યમો થકી વેગવંત બનાવવા આજ રોજ અત્રેની જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા તેનાં સબ સેંન્ટર્સ સામોર, ઈલાવ, ઓચ્છણ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી ભારત સરકારની સુચના અને માર્ગદર્શન મુજબ “આઝાદીકા અમૃત મહોત્સવ” હેઠળ, યોગ નિષ્ણાંતોની હાજરીમાં આ ૮ માં યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી.














   કાર્યક્રમમાં યોગાનું ડેમોસ્ટ્રેશન કરી યોગનું આપણાં સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે તેની સમજ સાથે યોગના વિવિધ આસનો દ્વારા યોગ કરાયા સાથે સ્કીલ એક્સિબિશન, સ્કીલ સંવાદ સેમિનાર, યોગા વર્કશોપ ક્વિઝનાં કાર્યક્રમો પણ કરવામાં આવ્યા. રાજ્ય યોગ બોર્ડ માન્ય યોગા એક્સપર્ટ દિવ્યાબેન પરમારે આધુનિક સમયમાં સ્વાસ્થ્ય માટે યોગાનુ મહત્વ કેટલું છે? કેમ છે? અને તેને આપણાં જીવનમાં વણી લેવામાં આવે તેવી પ્રતિજ્ઞાથી તેમણે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી. કાર્યક્રમમાં અંક્લેશ્વર ની રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ સંસ્થાના સહયોગથી સબ સેન્ટર્સ સામોર ખાતે કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ. ઓચ્છણ અને ઈલાવ ખાતે મીનાબેન પુરોહિત અને જીમીબેન પટેલે પણ “સ્કીલ ઇન્ડિયા કૌશલ ભારત કુશળ ભારત” ને યથાર્ત કરવા આજના યોગ દિવસમાં તેને સાંક્ળી ભવ્ય ઉજવણી કરી. ભરૂચ હેડ કવાર્ટર ખાતે નિયામક ઝયનુલ આબેદીન સૈયદ નાં માર્ગદર્શન થકી યોગ નિષ્ણાંતોનાં સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સફ્ળતાથી આયોજીત કરાઈ, કાર્યક્રમમાં લાભાર્થી ભાઈ-બહેનો સ્ટાફ ગણ અને અન્ય આમંત્રિતોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. લાઈવલી હૂડ કો-ઓર્ડીનેટર ક્રિષ્ણાબેન કઠોલીયાએ ગ્રુપ સંદેશા અને પ્રચાર પ્રસાર માધ્યમો થકી સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ અને સ્કીલ ઇન્ડિયા સંબંધે સમાજમાં લોક સમુદાયમાં જાણકારી આપી જન જાગૃતિ ફેલાવી અંતમાં યોગા એક્સપર્ટ, ફિટેસ્ટ પર્સન વિજેતાઓ અને ઉત્તમ કામગીરી અદા કરનાર ૧. રાઠોડ સોનલબેન ૨. કાગદી આફરીન ૩. પઠાણ સફીનખાન ૪. વસાવા નેહા ટ્રેનર પરમાર દિવ્યાબા રાજેંન્દ્રસિંહને  પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. હાજર સહભાગી તમામનો નિયામકએ અંત:પૂર્વક આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી.















#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"