તારીખ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત વિશ્વ પર્યાવરણ ની જાગૃતિ લાવવા સાથી ફાઉન્ડેશન નાં સહયોગ થી વૃક્ષારોપણ કરવામાં આવ્યું
મનિષ કંસારા
ભરૂચ: ૫ જૂન વિશ્વપર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ ની જાગૃતિ લાવવા માટે સરકાર, ઔદ્યોગિક એકમો, પ્રાઇવેટ કંપની, સામાજિક સંસ્થા તેમજ અલગ-અલગ સંગઠનો દ્વારા ઉજવાય છે.
બદલાતા વાતાવરણ (ગ્લોબલ વોર્મિંગ) ને કારણે જન-જીવન, પશુ -પક્ષી, જળ- જમીન, જેવા જીવો પર ઊભા થઈ રહેલાં ખતરાને ને બચાવવા માટે આજરોજ અંક્લેશ્વર ઝાયડસ લાઇફ સાયન્સ લિ. કંપની દ્વારા કંપની ના હેડ દિપકભાઈ ભટ્ટ, સેફ્ટી હેડ વિરલ ઘીવાલા, ભાવિકભાઈ શાહ તેમજ કંપની કર્મચારી દ્વારા વૃક્ષા રોપણ કર્યું તેમજ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમ નાં પ્લોટમાં, ઝાયડસ લાઇફ સાયન્સ લિ. કંપની તેમજ સાથી ફાઉન્ડેશન નાં સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું; જેમાં અંક્લેશ્વર જીપીસીબી નાં અઘિકારી આર.એમ મકવાણા તેમજ નિતિન ફોલિયા યુનિટ -૨ હેડ તેમજ સાથી ફાઉન્ડેશન નાં પ્રમુખ ફાલ્ગુની પટેલ દ્વારા કરવામાં આવ્યું, અને આવનાર સમય માં બદલાતા વાતાવરણ ને સુરક્ષા તેમજ ટકાવી રાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો.
#gujaratnivacha
આપની માહિતી આપવા માટે મેઇલ કરો
Gmail: gujaratnivaacha@gmail.com
Gmail: kansaramanish4@gmail.com
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment