શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીનાં સાનિધ્યમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ

 શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીનાં સાનિધ્યમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ

🔶શ્રી સાંદિપની વિદ્યાનિકેતન નાં ઋષિકુમારોએ સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કર્યા

🔶ભાદરવા માસમાં શ્રી ગણેશ નવરાત્રના સમાપન સુધીમાં સવા લાખ શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠનું પઠન થશે

🔶રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો ક્રમશ મહા અનુષ્ઠાનમાં પાઠ કરશે

🔶 દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કામ કરતા સોમનાથ ટ્રસ્ટનું જનકલ્યાણની કામનાં સાથે શ્રી ગણેશ અનુષ્ઠાન
મનિષ કંસારા દ્વારા
સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે પરંતું સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે. શ્રી ગણેશજીનાં પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હરવા માટે અને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજતા આવ્યા છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશ નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં પ્રારંભ થયું છે. શ્રી ગણેશની સૌથી પ્રિય સ્તુતિ ગણપતિ અથર્વશીર્ષ નાં સવાલક્ષ પાઠ ભાદરવા માસનાં ગણપતિ નવરાત્ર સુધીમાં સંપન્ન કરવાનું સોમનાથ ટ્રસ્ટે અનુષ્ઠાન કર્યું છે.




આજે જેઠ કૃષ્ણ ચતુર્થી થી લઈને શ્રી ગણેશ નવરાત્ર સુધી પ્રત્યેક ચતુર્થીના રોજ ગુજરાતની વિવિધ સંસ્કૃત પાઠ શાળાનાં ઋષિ કુમારો સોમનાથ પરિસરમાં ગણેશજીનાં ચરણોમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરશે. સમગ્ર ગુજરાતની પ્રત્યેક પાઠશાળા સોમનાથ ટ્રસ્ટનાં આ મહા અનુષ્ઠાનમાં સહભાગી બનશે જેનાંથી સંસ્કૃત પાઠશાળાઓના જ્ઞાનનાં આદાનપ્રદાનના દ્વાર પણ ખુલશે. આ મહા અનુષ્ઠાનમાં ઋષિકુમારો નાં ઓજસ્વી મંત્રોચ્ચાર થી પ્રેરણા લઈને અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અંગે પ્રેરિત થશે.

આજરોજ સંકષ્ટી ચતુર્થી નાં અવસર પર સાંદિપની વિદ્યાનિકેતન ની સંસ્કૃત પાઠ શાળાનાં 111 ઋષિકુમારો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠ શાળાનાં 28 ઋષિ કુમારો અને બંને પાઠ શાળાનાં ગુરુજી દ્વારા શ્રી ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતાં. સામુહિક રીતે 6,000 થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ સંપન્ન થયા હતાં.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક ઋષિ કુમારને ભક્તિમય પ્રસાદ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટ નિર્મિત લઘુયજ્ઞ કીટ, સોમગંગા નિર્માલ્ય જળ, રુદ્રાક્ષ અને ભસ્મપ્રસાદ અને સોમનાથ મહાદેવનો 3d ફોટો ભેટમાં અપાયા હતાં. પાઠ સંપન્ન થયે સોમનાથ મહાદેવનાં મહા પ્રસાદ સ્વરૂપે ભોજન કરાવીને શ્રી સાંદિપની વિદ્યાનિકેતન નાં ઋષિ કુમારો અને ગુરુજનો ને સન્માનપૂર્વક વિદાયમાન આપવામાં આવ્યું હતું.



એકીસાથે મોટા સમૂહ ની અંદર ઋષિ કુમારો દ્વારા શ્રી ગણપતિ અથર્વશીર્ષના પઠનથી સોમનાથ તીર્થમાં ઊર્જાનો નવો સંચાર થયો હતો અને મહાદેવનાં દર્શને આવનાર ભક્તો પણ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયા હતાં.

#gujaratnivacha

આપની માહિતી આપવા સંપર્ક કરો.

kansaramanish4@gmail.com

📱+91 94085 74521, +91 94286 73391

🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩


Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા