ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે કુલ ૦૬ ઈસમોને કિંમત રૂપિયા-૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ

 ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે કુલ ૦૬ ઈસમોને કિંમત રૂપિયા-૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ 

✍️ મનિષ કંસારા

ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી ભરૂચ જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના મળતા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચ નાઓ ના માર્ગદર્શન આધારે.

   પોલીસ ઇન્સપેક્ટર એ. કે. ભરવાડ ભરૂચ શહેર "એ" ડિવિ.પો.સ્ટે. તથા સર્વેલન્સ સ્ટાફનાં માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાં આવેલ જનતાબાગ સામે રોડ ઉપરથી એક કાળા કલરની ઓટો રીક્ષામાં થી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ/બીયર ટીન નંગ-૨૧૬, કિં.રૂ.૩૧,૨૦૦/- નો પ્રોહિ. મુદ્દામાલ તથા ઓટો રીક્ષા તથા મોબાઇલ સહીત કુલ મૂદ્દામાલ કિં.રૂ.૭૧,૭૦૦/- સાથે પકડી પાડી ગણનાપાત્ર પ્રોહિબિટડ મૂદ્દામાલ શોધી કાઢવામા આવેલ છે. 

   આગામી દિવસોમા ભરૂચ શહેર “એ” ડિવિઝન પો.સ્ટે. પ્રોહિ/જુગારની પ્રવૃત્તિ ઉપર કાર્યવાહી કરવા કટીબદ્ધ છે.

નોંધવામાં આવેલ ગુનાની વિગત: (૧) ભરૂચ શહેર “એ” ડિવિ.પો.સ્ટે. ગુ.ર.નં. ભાગ એ-૦૭૪૦/૨૦૨૨, ઇ.પી.કો. કલમ-૬૫ (એ,ઇ),૯૮(૨), ૮૧ મુજબ 

કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની મોટી બોટલ/બીયર ટીન નંગ-૨૧૬, કિં.રૂ.૩૧,૨૦૦/- (૨) એક કાળા કલરની ઓટો રીક્ષા કિં.રૂ.૪૦,૦૦૦/- (૩) મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ. ૫૦૦/- 

કુલ મુદ્દામાલ કિં.રૂ.કિં.રૂ.૭૧,૭૦૦/- 

પકડાયેલ આરોપીઓ; (૧) મુસ્તાક કરીમ મન્સુરી રહે. ભીમનાથ મંદિર પાસે, ઝુંપડપટ્ટીમાં, બહારની ઉંડાઇ, ભરૂચ (૨) મોહમ્મદ ફારૂક મુર્તુજા શેખ રહે. સ્વામીનારાયણ મંદિર પાછળ, બહારની ઉંડાઇ, ભરૂચ (૩) રાહુલ કીશોર કાયસ્થ રહે. દાંડીયાબજાર, ભરૂચ (૪) પ્રદિપભાઈ મહેન્દ્રભાઈ ગાંધી રહે. જનતાબાગ સામે, ધોળીકુઈ બજાર, ભરૂચ (૫) રામભાઈ સોમાભાઈ માછી રહે. ખત્રીવાડ, ધોળીકુઈ, ભરૂચ (૬) જિગ્નેશ ઉર્ફે નેરો રાજુભાઈ રાવલ રહે. રાવળીયાવાડનો ટેકરો, ધોળીકુઈ બજાર, ભરૂચ

 કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ: પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. ભરવાડ, હે.કો. જીતેન્દ્રભાઈ, પો.કો. સરફરાજ, પંકજભાઈ, કાનુભાઈ, મહેશભાઈ, શક્તિસિંહ, અજયસિંહ, વિજયભાઈ, દિક્ષીતભાઈ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ