દઢાલ ગામે ખાડી ફળીયામાં આંક ફરકનો જુગાર રમતા ૪ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

દઢાલ ગામે ખાડી ફળીયામાં આંક ફરકનો જુગાર રમતા ૪ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
✍️ મનિષ કંસારા દ્વારા
#gujaratnivacha
 ભરૂચ:
પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ ડો. લીનાબેન પાટીલ નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિ/જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહિ/જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે. 

   પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવભાઈ બારોટ એલ.સી.બી. ભરૂચ નાઓ નાં માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહિ/જુગાર નાં કેસ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન આજ રોજ જે. એન. ભરવાડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ભરૂચના ઓ ટીમ સાથે અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન મળેલ બાતમી આધારે દઢાલ ગામે ખાડી ફળીયામાં આંક ફરક નાં જુગાર અંગે સફળ રેઇડ કરી અંગજડતી નાં રોકડા મળી કુલ કિં.રૂ. ૧૨,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ૪ આરોપીને ઝડપી પાડી તથા એક આરોપીને વોન્ટેડ જાહેર કરી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અક્લેશ્વર રૂરલ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી: (૧) વિક્રમભાઈ ગોરધનભાઈ વસાવા ઉં.વ.-૩૨ રહે.દઢાલ ગામ, સાગબારા ફાટક ફળીયું તા.અંક્લેશ્વર જિ.ભરૂચ (૨) રાજુભાઈ વજુભાઈ દેવીપુજક ઉં.વ.-૨૭ રહે.જીતાલી સલીમભાઈની વાડીમાં તા.અંક્લેશ્વર જિ.ભરૂચ મુળ રહે.ભીમળાદ તા.ગઢડા જિ.બોટાદ (૩) વિજયભાઈ જશવંતભાઈ વસાવા ઉં.વ.૩૫ રહે.જીતાલી ટેકરી ફળીયું તા.અંક્લેશ્વર જિ.ભરૂચ (૪) ચિરાગભાઈ ફુલસીંગભાઈ વસાવા ઉં.વ.૨૦ રહે. શિવદર્ષન સોસાયટી નવા દીવાની સામે તા.અંક્લેશ્વર જિ.ભરૂચ

વોન્ટેડ આરોપી: (૫) રમેશભાઈ ઉર્ફે સહેવાગ દલપતભાઈ વસાવા રહેવાસી-બાલાની ચાલ નવી નગરી પાસે અંક્લેશ્વર તા.અંક્લેશ્વર જિ,ભરૂચ

કબ્જે કરેલ મુદામાલ:(૧) રોકડા રૂપીયા ૧૨,૭૦૦/- (ર) આંકડા લખવાની સ્લીપબુક નંગ-૦૨, બોલપેન નંગ-૦ર, કાર્બન પેપરના ટુકડા નંગ-૦૨, આંકડા લખેલ સ્લીપ નંગ-૦૩ કિં.રૂ.૦૦/૦૦

કુલ મુદ્દામાલ કિં.રૂ.૧૨,૭૦૦/-

કામગીરી કરનાર ટીમ: પો.સ.ઇ. જે. એન. ભરવાડ તથા એ.એસ.આઇ. ચંદ્રકાંતભાઈ, અ.હે.કો. ધનંજયસિંહ, અ.પો.કો. મનહરસિંહ, અ.પો.કો. મેહુલભાઈ એલ.સી.બી. ભરૂચના ઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.

#gujaratnivacha

આપની માહિતી આપવા સંપર્ક કરો

 kansaramanish4@gmail.com 

📱+91 94085 74521, +91 94286 73391

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ