રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન અને પૂજન કર્યા

રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન અને પૂજન કર્યા

🔶તેલંગાણાના રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન પણ સોમનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં જોડાયા


🔶રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષીકેશભાઈ પટેલ, અને વનમંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા


🔶મહાનુભવોએ શ્રી સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો


✍️ મનિષ કંસારા

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તામિલ સંગમ નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર તામિલ સંગમના પ્રારંભિક કાર્યક્રમમાં જોડાવા દેશનાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમનાથ પહોંચ્યા હતાં. સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જે. ડી. પરમાર, ટ્રસ્ટી પી. કે. લેહરી તથા સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ પધારેલ તેલંગાણાના રાજ્યપાલ મહામહિમ શ્રી તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, વન મંત્રી મુળુભાઈ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવનાં દર્શન માટે પધાર્યા હતાં. 




















   રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ તેલંગાણાના રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન દ્વારા સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે. ડી. પરમાર, ટ્રસ્ટી પી. કે. લેહરી અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા રુદ્રાક્ષ માળા, સોમનાથ મહાદેવનાં સ્મૃતિચિન્હ દ્વારા મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસર પર તમામ મહાનુભાવો એ સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.





#gujaratnivacha

📍આપની માહિતી આપવા સંપર્ક કરો

kansaramanish4@gmail.com

📱 +91 94085 74521 🪀 +91 94286 73391

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"