સોમનાથ મંદિર ખાતે 73' મા સ્થાપના તિથિ દિવસની વિશેષ ઉજવણી

સોમનાથ મંદિર ખાતે 73' મા સ્થાપના તિથિ દિવસની વિશેષ ઉજવણી
સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, સરદાર વંદના, દિપમાળા, મહાપૂજા, પાઘપૂજા સાથે વિશેષ શૃંગાર સહિતનાં વિશેષ આયોજન

✍️ મનિષ કંસારા

સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા તિથિ વૈશાખ સુદ પાંચમના રોજ વર્ષ ૧૯૫૧ માં અખંડ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ નાં હસ્તે સવારે ૯ કલાક અને ૪૬ મિનિટે કરવામાં આવેલ હતી.

દેશ વિદેશમાં વસતા શિવભક્તો ની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રનાં રત્નાકર સમુદ્રતટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ  સોમનાથ મહાદેવ મંદિર નો આજે વૈશાખ સુદ પાંચમના રોજ તિથિ પ્રમાણે આજરોજ 73' મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. ૧૧' મે ૧૯૫૧, ના વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે ૯ કલાક ૪૬ મીનીટે ભારતનાં મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્ર પ્રસાદ નાં શુભ હસ્તે હાલનાં જ્યોતિર્લિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી.

આ દિવ્ય પ્રસંગ ની વિશેષ ઉજવણી એવી હતી કે "પ્રતિષ્ઠા સમયે તત્કાલિન રાષ્ટ્રપતિએ શિવલિંગનાં તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. આ સમયે પવિત્ર ૧૦૮ તીર્થસ્થાનો નાં અને સાત સમુદ્રો નાં જળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો, આ ધન્ય પળે ૧૦૧ તોપો નાં ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ થયો હતો.

શિવપ્રાસાદ નિર્માણના અધિકૃત ગ્રંથ દીપાર્ણવમાં ઉલ્લેખ છે, કે આવું શિવલિંગ સર્વલિંગોમાં શ્રેષ્ઠ છે. ગર્ભગૃહ સુર્વણથી મઢેલ છે અને દ્વારો-દ્વારશાખ તથા આગળનાં સ્થંભો, મંદિરનાં નૃત્યમંડપ સભામંડપના કળશો સુર્વણ મંડીત થયા છે,  મંદિરનાં સાત માળ છે. સોમનાથ મંદિર નિર્માણ સદીની મોટી ઘટના ઈતિહાસમાં નોંધાઈ છે. ૮૦૦ વર્ષ પછી નાગરશૈલી માં નિર્માણ પામનાર આ પ્રથમ દેવાલય છે, જેને કૈલાશ મહામેરૂ પ્રાસાદ થી પણ પ્રસિદ્ધ છે.

પ્રાચીન યુગથી વર્તમાન યુગ સુધી વારંવાર આક્રમણ- વિસર્જન- સર્જન- આસ્થા- રાજવીઓ શહિદોના સમર્પણ અને શિલ્પકલાનું બેનમુન શિવાલય અને સરદાર વલ્લભભાઈ પટેલનાં પ્રદાનનું જીવંત સાક્ષી આ શિવાલય દર્શન પૂજા વિધી થી વર્તમાન યુગમાં સાત સમંદર પાર વિદેશમાં વસતા ઓનલાઈન સોશ્યલ મીડિયાના માધ્યમથી દર્શનાર્થીઓ પહોંચે છે.




આજે શ્રી સોમનાથ મંદિરનાં 73' માં સ્થાપના દિવસ નિમિત્તે ટ્રસ્ટનાં સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈના હસ્તે ધ્વજાપૂજા, સરદારને  વંદના અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ, 72 વર્ષ પૂર્વે સવારે ૯:૪૬ એ મહાપૂજા કરવામાં આવેલ, એ ઉપલક્ષ્યમાં  તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ શૃંગાર મુખ્ય પૂજારી વિજયભાઈ ભટ્ટ તથા પૂજારી વૃંદ દ્વારા કરવામાં આવેલ હતો.









સોમનાથ સ્થાપના તિથિ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટનાં સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના હસ્તે મહાદેવની વિશેષ પાઘ પૂજા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમ માં આવેલા તમિલ મહેમાનો પણ આ પાઘ પૂજામાં જોડાયા હતા. સચિવ ઉપરાંત ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા પણ પાઘ પૂજન માં જોડાયા હતાં. સોમનાથ મહાદેવની પાઘ ને પાલખીમાં બિરાજમાન કરીને સમગ્ર મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આ પાલખી યાત્રામાં તંજાવુર નાં મહારાજા બાબાજી રાજા ભોંસલે, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ગુજરાત રાજ્યનાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ઋષિકેશભાઈ પટેલ સહિતનાં મહાનુભાવો સોમનાથ ટ્રસ્ટની સ્થાપના તિથિ દિન નિમિત્તે  યોજવામાં આવેલ આ પાલખી યાત્રામાં ઉત્સાહ અને ભક્તિ ભાવ સાથે જોડાયા હતાં. મંગલ વાદ્યો સાથે મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ પાઘ પુજારી ને અર્પણ કરવામાં આવી હતી જે પાઘને મધ્યાહન શૃંગારમાં મહાદેવ પર શણગારવામાં આવી હતી.

સાંજે સોમનાથ મહાદેવ ને વિશેષ શૃંગાર અને દિપમાલા કરવામાં આવશે.

સોમનાથ મંદિર એ સંદેશ આપે છે કે 'વિનાશક શક્તિ પર હંમેશા સર્જનાત્મક શક્તિ નો વિજય થાય છે, જે આ રીતે ભવ્ય હોય છે.'

#gujaratnivacha

આપની માહિતી આપવા સંપર્ક કરો kansaramanish4@gmail.com 

📱+91 94085 74521 +91 94286 73391

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ