ભરૂચ પોલીસ દ્વારા "પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું


 ભરૂચ પોલીસ દ્વારા "પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું
નબીપુર હાઇવે પર રઝળતા ૬૦ જેટલા મુસાફરોને પોતાના વતન(ઉત્તરપ્રદેશ) પહોંચાડવાની વ્યવસ્થા કરી આપતી ભરૂચ પોલીસ
✍️મનિષ કંસારા 

ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી પોલીસ પ્રજાનો મિત્ર છે જે અભિગમ લોકોમાં કેળવાય તેવા કાર્યો કરવા સુચના મળેલ જેથી નાયબ પોલીસ અધિક્ષક સી. કે. પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે. 




રસ્તે રઝળતા મુસાફરો

   પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરી નબીપુર પો.સ્ટે. નાઓ દ્વારા ઉપરોક્ત સુચનાઓ બાબતે આજરોજ સુરતથી ખાનગી લક્ઝરી બસ દ્વારા પોતાના વતન પ્રતાપગઢ(ઉત્તરપ્રદેશ) જઇ રહેલા ૬૦ જેટલા મુસાફરોને ને.હા.નં.૪૮ હાઇવે ઉપર નબીપુર પાસે આવેલી પ્રિન્સ હોટેલ ઉપર બસનાં ડ્રાઇવર અને કંડક્ટરે મુસાફરોને જણાવેલ કે અહીંથી તમને લેવા માટે બીજી બસ આવે છે તેમ કહી મુસાફરોને બસમાંથી નીચે ઉતારીને જતાં રહેલ જેથી બધા મુસાફરો રસ્તે રઝળતા થઇ ગયેલ જેની જાણ ભરૂચ પોલીસ કંટ્રોલ મારફતે નબીપુર પોલીસ સ્ટેશને થતા નબીપુર PSI કે. એમ. ચૌધરી તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક પ્રિન્સ હોટેલ ઉપર પહોંચી માનવીય અભિગમ રાખી મુસાફરો સાથે વાતચીત કરી ટ્રાવેલ્સ નાં એજન્ટનો સંપર્ક કરી તેઓ સાથે તાત્કાલિક ઉત્તરપ્રદેશ જતી બીજી ત્રણ બસોનો સંપર્ક કરી ત્રણેય બસોમાં મુસાફરોને સલામત રીતે સગવડતા પુર્વક બેસાડી મુસાફરોને તેઓના વતન ખાતે રવાના કરી "પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

 કામગીરી કરનાર અધિકારી/કર્મચારી: પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરી તથા એ.એસ.આઈ.  પ્રતાપભાઈ શનાભાઈ તથા અ.પો.કો. રાકેશભાઈ જહાભાઈ તથા અ.પો.કો. મહેશભાઈ ઘનશ્યામભાઈ

#gujaratnivacha

આપની માહિતી આપવા સંપર્ક કરો

 kansaramanish4@gmail.com 

📱+91 94085 74521 +91 94286 73391

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"