પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
🔶પ્રભારીમંત્રી એ ભરૂચ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક કાર્યવાહી નોંધની સમીક્ષા સંદર્ભે માર્ગદર્શન પુરુ પાડીને રચનાત્મક સૂચનો આપ્યા
✍️ મનિષ કંસારા દ્વારા
ભરૂચ: આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ અને ભરૂચ જિલ્લાનાં પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતીની અધ્યક્ષતામાં આજરોજ જિલ્લા આયોજન મંડળની કચેરીનાં સભાખંડમાં વર્ષ ૨૦૨૩ -૨૪ અન્વયે ભરૂચ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધની સમીક્ષા સંદર્ભે બેઠક યોજાઈ હતી.
આયોજનના ભાગરૂપે સૌ અધિકારી-કર્મચારીઓ સાથે ઝીણવટપૂર્વક ચર્ચા-વિચારણા કરીને આયોજનને વધુ સુદ્રઢ બનાવવા માટે સબંધિત અધિકારીઓને પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતીએ માર્ગદર્શન પુરુ પાડીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતાં. ભરૂચ જિલ્લાની આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી સાથે ગુજરાતનાં કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લાનાં સમાહર્તા તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લાનાં ધારાસભ્યો, ભરૂચ જિલ્લા તાલુકા પંચાયતોનાં પ્રમુખો, આગેવાનો, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાધલ તેમજ વિભાગનાં પ્રતિનિધિઓ સહિત સબંધિત અધિકારી-કર્મચારીઓ બેઠકમાં હાજર રહ્યા હતાં.
#gujaratnivacha
આપની માહિતી આપવા સંપર્ક કરો kansaramanish4@gmail.com
📱+91 94085 74521 🪀+91 94286 73391
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
Comments
Post a Comment