ભરૂચ પોલીસ દ્વારા "પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું
ભરૂચ પોલીસ દ્વારા "પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું નબીપુર હાઇવે પર રઝળતા ૬૦ જેટલા મુસાફરોને પોતાના વતન(ઉત્તરપ્રદેશ) પહોંચાડવાની વ્યવસ્થા કરી આપતી ભરૂચ પોલીસ ✍️ મનિષ કંસારા ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી પોલીસ પ્રજાનો મિત્ર છે જે અભિગમ લોકોમાં કેળવાય તેવા કાર્યો કરવા સુચના મળેલ જેથી નાયબ પોલીસ અધિક્ષક સી. કે. પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે. રસ્તે રઝળતા મુસાફરો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરી નબીપુર પો.સ્ટે. નાઓ દ્વારા ઉપરોક્ત સુચનાઓ બાબતે આજરોજ સુરતથી ખાનગી લક્ઝરી બસ દ્વારા પોતાના વતન પ્રતાપગઢ(ઉત્તરપ્રદેશ) જઇ રહેલા ૬૦ જેટલા મુસાફરોને ને.હા.નં.૪૮ હાઇવે ઉપર નબીપુર પાસે આવેલી પ્રિન્સ હોટેલ ઉપર બસનાં ડ્રાઇવર અને કંડક્ટરે મુસાફરોને જણાવેલ કે અહીંથી તમને લેવા માટે બીજી બસ આવે છે તેમ કહી મુસાફરોને બસમાંથી નીચે ઉતારીને જતાં રહેલ જેથી બધા મુસાફરો રસ્તે રઝળતા થઇ ગયેલ જેની જાણ ભરૂચ પોલીસ કંટ્રોલ મારફતે નબીપુર પ...