જિલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
🔸જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષીની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું
✍️ મનિષ કંસારા
ભરૂચ: ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
આજરોજ જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષીની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું.
જેમાં પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ, પોલીસ દળનાં જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
જેમાં પોલીસ જવાનો દ્વારા વિવિધ કરતબો, પરેડ, અશ્વ શો તેમજ ડોગ શો તેમજ શહેરની વિવિધ શાળાઓનાં સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતનાં અવસરોનાં રિહર્સલનું જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષીએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું; તેમજ સંલગ્ન અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.
આ રિહર્સલ તથા નિદર્શનમાં નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાધલ, પ્રાંત અધિકારી યુ. એન. જાડેજા, અમલીકરણ વિભાગનાં અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
આપની માહિતી આપવા સંપર્ક કરો
મનિષ કંસારા
#manishkansara
📱+91 63529 18965
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment