અંક્લેશ્વર શહેર તાડફળીયા ખાતેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી પ્રોહિબિશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.

અંક્લેશ્વર શહેર તાડફળીયા ખાતેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી પ્રોહિબિશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.

 ✍️ મનિષ કંસારા

ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ, વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લાનાં પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓએ જિલ્લામાં ગે.કા. રીતે ચાલતી દારૂ/જુગાર પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવ આપેલ હોય જે કામે પરિણામ લક્ષી કામગીરી કરવા સુચના આપેલ. 

   જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી. ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂ/જુગાર ની પ્રવૃત્તિ કરતા બુટલેગરો ઉપર સતત વોચ રાખવામાં આવેલ. પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવભાઈ બારોટ નાઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી.ની ટીમ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી હકીકત મળેલ કે, “અંક્લેશ્વર શહેર તાડફળીયામાં રહેતા જુનેદ કુરેશીનાં કબજા ભોગવટાનાં મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે." જે મળેલ બાતમી હકીકત આધારે તાત્કાલિક એલ.સી.બી. ટીમે બાતમીવાળી જગ્યાઓ ઉપર રેઇડ કરી મકાનમાં બાથરૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂ તથા બીયરટીન નંગ-૨૨૮ કિં. રૂ. ૪૨,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી બે આરોપી પકડી તેમજ બે આરોપી વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર 'એ' ડિવિ. પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે.


પકડાયેલ આરોપી: (૧) નરેશભાઈ રમણભાઈ વસાવા રહે.બોરભાઠા રોડ, પુનીતનગર, મીરા ગેરેજ સામે, અંક્લેશ્વર. (૨) જુનેદ સરવર કુરેશી રહે.તાડ ફળીયા, અંક્લેશ્વર શહેર જિ.ભરૂચ.


વોન્ટેડ આરોપી: (૧) વિજયભાઈ દલપતભાઈ વસાવા રહે.તાડફળીયા, અંક્લેશ્વર જિ.ભરૂચ. (૨) હનીફ બાબુ જમાદાર રહે.દાદરી, કોસંબા જિ.સુરત


કબજે કરવામાં આવેલ મુદ્દામાલ: (૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન નંગ–૨૨૮ કિં. રૂ.૪૨,૦૦૦/-


કામગીરી કરનાર ટીમ: પો.સ.ઇ. જે. એન. ભરવાડ, તથા હે.કો. ચંન્દ્રકાન્તભાઈ, હે.કો. અજયભાઈ, હે.કો. પરેશભાઈ, પો.કો. મનહરસિંહ એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.

આપની માહિતી આપવા સંપર્ક કરો

મનિષ કંસારા

#manishkansara 

📱+91 63529 18965

kansaramanish4@gmail.com 

#gujaratnivacha 


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ