ફોર વ્હીલર ગાડીમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ

ફોર વ્હીલર ગાડીમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ

✍️ મનિષ કંસારા 

ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ ડો. લીલાબેન પાટીલ નાઓ દ્વારા જીલ્લામાં પ્રોહિ/જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને દિવાળીનાં તહેવારો દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહિ/જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે. 

   પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવભાઈ બારોટ એલ.સી.બી. ભરૂચના ઓનાં માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહિ/ જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન પી. એમ. વાળા પો.સ.ઇ. એલ.સી.બી. ભરૂચની ટીમ દિવાળી તહેવાર અનુસંધાને ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે “ને.હા.નંબર-૪૮ ઉપર માંડવા ગામ નજીક આવેલ ટોલ ટેક્ષ પરથી વોચ દરમ્યાન સફેદ કલરની ટવેરા ફોર વ્હીલર ગાડી નંબર-GJ-01-RJ-5871 માંથી" પ્રતિબંધિત ભારતીય બનાવટનાં વિદેશી દારૂની ૭૫૦ મીલીની કુલ બોટલ નંગ-૨૧૬ કિંમત રૂા .૧,૦,૮૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડેલ અને પ્રોહિબિશનનો જથ્થો મોક્લનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.


 પકડાયેલ આરોપી: (૧) રાજુભાઈ કાંતીભાઈ ઠાકોર રહે.ઇન્દીરાનગર મ.નં.૭૭ લાંભા તા.જિ.અમદાવાદ (ર) રોનકભાઈ મહેન્દ્રભાઈ પટેલ રહે.ઇન્દીરાનગર મ.નં.૧૫૨ લાંભા તા.જિ.અમદાવાદ.


 કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલો નંગ-૨૧૬ કિં.રૂા.૧,૦૮,૦૦૦/- (૨) ટવેરા ફોર વ્હીલર ગાડી નંબર-GJ-01-RJ-5871 કિં. રૂા.૨,૦૦,૦૦૦/- (૩) મોબાઇલ નંગ-૨ કિં. ગ઼. ૩,૫૦૦/- (૪) અંગજડતી નાં રોકડા રૂા.૫,૦૦૦/- 

કુલ મુદ્દામાલ કિં.રૂા. ૩,૧૬,૫૦૦/-


 કામગીરી કરનાર ટીમ: પો.સ.ઇ. પી. એમ. વાળા તથા અ.હે.કો. સંજયદાન તથા પો.કો. મહિપાલસિંહ, પો.કો. મનહરસિંહ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ