“કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત રાત્રીસભાનું આયોજન આમોદ ખાતે કરાયું

 “કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત રાત્રી સભાનું આયોજન આમોદ ખાતે કરાયું

🔶ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ


🔶જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભાનું આયોજન થયું


✍️ મનિષ કંસારા, ભરૂચ 

ભરૂચ: ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને જિલ્લાનાં ખેડુતો રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવા વગરની પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, ભરૂચ, આત્મા પ્રોજેક્ટ સંયુક્ત પ્રયાસથી “કૃષિ ઉત્કર્ષ પહેલ”ની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને “કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત રાત્રી સભાનું આયોજન આમોદ તાલુકા ખાતે કરાયું હતું.  


   પ્રાકૃતિક ખેતીની અનિવાર્યતા 

   આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભરૂચ જિલ્લામાં ૧૦,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનેક જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવશે. તદ્ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી પેઢીને સાચવવા માટે પણ આ પ્રાકૃતિક ખેતીની અનિવાર્યતા દર્શાવીને આ તરફ વળવા ખેડૂતોને અપીલ કરી હતી.



   પ્રાકૃતિક ખેતી વિશેનું યોગ્ય માર્ગદર્શન 

   ભરૂચ ના આમોદ તાલુકાનાં વિવિધ ગામોમાંથી સરપંચો તથા ખેતી કરતાં ખેડૂતોને આમંત્રિત કરી જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ખેતીવાડી અધિકારીની હાજરીમાં આમંત્રિત તમામ લોકોને પ્રાકૃતિક ખેતી વિશેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે. પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી આયામોનું લાઇવ ડેમોસ્ટ્રેશન કરી બતાવવામાં આવ્યું હતું.    

   રાત્રી સભામાં જિલ્લા ખેતવાડી અધિકારી, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનાં કન્વીનર વનરાજસિંહ તથા જયદીપસિંહ યાદવ, દિલીપસિંહ સોલંકી, હરેન્દ્રસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. ખેતીવાડી શાખાનાં અન્ય અધિકારીઓ, સરપંચો અને ગામનાં પ્રગતિશીલ ખેડૂતો હાજર રહીને રાત્રી સભામાં સક્રિયપણે ભૂમિકા ભજવી હતી.   

   આ પ્રસંગે જિલ્લા કૃષિ વિભાગનાં અધિકારી દ્વારા પ્રાકૃતિક ખેતીની મહત્તા આમંત્રિત ખેડૂતોને સમજાવી જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, વાફસા, બ્રહ્માસ્ત્ર, હ્યુમસ વગેરે બાબત અંગેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.   

   આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર દ્વારા વિવિધ દ્રષ્ટાંતો થકી પ્રાકૃતિક ખેતીને અપનાવવા અંગેની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં, હાજર રહેલ મહત્તમ ખેડૂતમિત્રોએ હાલમાં અનુભવેલ ખેતીને લગતી સમસ્યાઓ અને મૂંઝવણભર્યા પ્રશ્નો આમંત્રિત અધિકારીઓ સમક્ષ પૂછી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. વિશેષમાં, “કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સમયાંતરે વિશિષ્ટ તાલીમ થકી માર્ગદર્શન મેળવવા ઇચ્છુક ખેડૂતમિત્રોને પોતાના નામ નોંધાવવા અંગે જણાવવામાં આવ્યું હતું.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"