ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું ઉદ્દઘાટન અને લોકાર્પણ સમારોહ યોજાયો
🔸ભરૂચની જનતા એ અદમ્ય સાહસ અને સંઘર્ષમાં સાથ આપી ગુજરાતના વિકાસમાં ભાગીદારી નોંધાવી છે.-ગૃહમંત્રી હર્ષ સંઘવી
✍️ મનિષ કંસારા
ભરૂચ: પોલીસ અધિક્ષકની કચેરી, કાળી તલાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિક્ષકની કચેરી ભરૂચ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે નવા મકાનનું ઉદ્દઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રિબન કાપીને બિલ્ડિંગને ખુલ્લું મુક્યું હતું.
સમારોહ પ્રસંગે પોલીસ અધિક્ષકની કચેરી, અંક્લેશ્વર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન, પાનોલી પોલીસ સ્ટેશન, ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું ઉદ્દઘાટન અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્ટેજ પરનાં મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. વડોદરા રેન્જ આઇજી એમ. એસ. ભરાડાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું.
તે સાથે નોટીફાઇડ એરિયાની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સિસ્ટમ વિકસાવવામાં આવ્યુ છે તેનું પણ લોન્ચિંગ કર્યું હતું.
હર્ષ સંઘવીએ સંબોધન કરતા કહ્યું હતું કે, ભરૂચ એસ.પી. કચેરીની સુવિધા કોર્પોરેટ કંપનીની ઓફિસને ઝાંખી પાડી દે તેવી છે. પોલીસ કર્મીઓ અને લોકો ને પણ અનેક પ્રકારની સુવિધા એક જ સ્થળે મળે તેવો પ્રયાસ સરકાર કરી રહી છે. એસ. પી. કચેરીમાં બનાવવામાં આવેલાં ધોડિયા ઘર અને લાઈબ્રેરીના વખાણ કર્યા હતાં, અને ઉમેર્યું હતું કે, નકારાત્મક વિચારોથી ધેરાયેલા વાતાવરણમાં લાઇબ્રેરીનો ઉપયોગ સકારાત્મક પ્રભાવ પાડવા પૂરતો છે. જેનો લાભ લેવો જોઇએ. વધું માં ભરૂચની જનતા એ અદમ્ય સાહસ અને સંઘર્ષમાં સાથ આપી ગુજરાતનાં વિકાસમાં ભાગીદારી નોંધાવી છે. અંકલેશ્વરના યુનિયન બેંકમાં થયેલી લૂંટ પ્રકરણને અંજામ આપનાર તમામ ને ગણતરીનાં કલાકોમાં ઝડપી જેલનાં હવાલે કરી દીધા હતા. એ કામગીરીને બિરદાવી, સારી કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે પોલીસ અધિક્ષક લીલાબેન પાટીલે આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. તે સાથે સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, અંક્લેશ્વર, ઝગડિયા, સાયખા, વાગરા જીઆઈડીસી એસોસિએશન ના વડાઓ, તે ઉપરાંત વડોદરા રેન્જ આઇજી એમ.એસ.ભરાડા, જિલ્લા કલેક્ટર તુષાર સૂમેરા, પોલીસ અધિક્ષક ડો. લીલાબેન પાટીલ, તમામ તાલુકાનાં પોલીસ વડાઓ, પોલીસ કર્મીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતાં.
એસપી કચેરીની મહિલાઓની સુખાકારી માટે નવતર આયોજન
નવી એસપી કચેરીમાં મહિલાઓની સુખાકારીનું વિશેષ ધ્યાન લેતા મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા અરજદારો તેમના બાળકોને રાખી શકે તે માટે ઘોડીયાઘર બનાવવામાં આવ્યું છે. જેની મુલાકાત ગૃહમંત્રી હર્ષ સંઘવી એ કરી તેને ખુલ્લું મુક્યું હતું.
વાંચન પ્રત્યે રૂચિ વધારવા લાયબ્રેરીની સુવિધા
ભરૂચની પોલીસ લાઇનમાં રહેતાં પરિવારોનાં બાળકો તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતાં પરીક્ષાર્થીઓને ધ્યાનમાં રાખી નવી ક્ચેરીમાં લાયબ્રેરીની સુવિધા રાખવામાં આવી છે. જેમાં કાયદાશાસ્ત્ર, સાહિત્ય, રાજનીતિ સહીત અનેક વિષયોને લગતાં પુસ્તકો રાખવામાં આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લાઇબ્રેરીની મુલાકાત કરી તેને ખૂલ્લી મૂકી હતી.
નવી એસપી કચેરી મહત્વની કચેરીઓ નવી બિલ્ડીંગમાં કાર્યરત થશે
ભરૂચની નવી એસપી ઓફિસમાં એલસીબી, એસઓજી, મહિલા વિભાગ, પોલીસ કંટ્રોલરૂમ, પાસપોર્ટ ઓફિસ સહિતની મહત્વની કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. જેથી ફરિયાદી કે અરજદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું નહીં પડે. તે સાથે એસપી ઓફિસમાં રિસેપ્શન ડેસ્ક ઉપરથી જ અરજદારોને માર્ગદર્શન આપવામાં આવશે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment