ભરૂચ શહેરમાંથી સૌપ્રથમ વખત અંગદાન
ભરૂચ શહેરમાંથી સૌપ્રથમ વખત અંગદાન 🔸 એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલીટી અને ટ્રોમા સેન્ટરથી ડોનેટ લાઈફ દ્વારા કરાવવામાં આવ્યું. ✍️ મનિષ કંસારા ભરૂચ: લેઉવા પટેલ સમાજનાં પિયુષભાઈ જશુભાઈ પટેલનાં પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. લિવરને સમયસર ભરૂચની એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલિટી અને ટ્રોમા સેન્ટર થી સુરતની કિરણ હોસ્પિટલ પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ અને સુરત શહેર પોલીસનાં સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. નામ: પિયુષભાઈ જશુભાઈ પટેલ ઉં.વ.૩૮ બ્લડગ્રુપ: O+ve ફૂલોનાં વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. રહેવાસી: ૨, શ્રીજી પ્રવેશ, નર્મદા કોલેજની સામે, ઝાડેશ્વર, ભરૂચ. કૌટુંબિક વિગત: પિતા: જશુભાઈ છોટાભાઈ પટેલ ઉં.વ. ૭૩ માતા: બકુલાબેન જશુભાઈ પટેલ ઉં.વ.૭૦ પત્ની: અંકિતાબેન પિયુષભાઈ પટેલ ઉં.વ.૩૬ પુત્ર: જેનીશ પિયુષભાઈ પટેલ ઉં.વ.૧૬ અમદાવાદમાં આવેલ મુક્તિજીવન ઇંગ્લિશ હાઈસ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. પુત્રી : પ્રિન્સી પિયુષભાઈ પટે...