જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ સરકાર કૃપોષણની સમસ્યાને ઘટાડવામાં નિષ્ફળ-:મનિષ દોશી

જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ સરકાર કૃપોષણની સમસ્યાને ઘટાડવામાં નિષ્ફળ-:મનિષ દોશી

તા. ૦૭-૦૭-૨૦૨૨
  કરોડો રૂપિયાની જાહેરાત અને સ્વપ્રસિધ્ધી માટે રાજ્યમાં એલ.ઈ.ડી. રથ અને કાર્યક્રમો પાછળ સરકારી તિજોરીના અબજો રૂપિયા વેડફાટ કરનાર ભાજપ સરકાર આ નાણાં કુપોષિત બાળકોને સ્વસ્થ કરવા વાપર્યા હોત તો ગુજરાત સાચા અર્થમાં સ્વસ્થ ગુજરાત બને તેવી આશા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કૃપોષણથી પીડાતા ભુલકાઓમાં દેશના ૧૦૦ જીલ્લાઓમાં ગુજરાતના ૧૪ જીલ્લા સામેલ, જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ સરકાર કૃપોષણની સમસ્યાને ઘટાડવામાં નિષ્ફળ રહી છે. અતિશય દુબળા ૧.૪૯ લાખ બાળકો સાથે સુરત દેશમાં ત્રીજા ક્રમે, લંબાઈના પ્રમાણમાં દુબળા હોય તેવા ગુજરાતના ૩૨ જીલ્લામાંથી ૧૪ જીલ્લાનો સમાવેશ થાય છે. સુરતમાં ૧.૪૯ લાખ બાળકો દુબળા, અમદાવાદમાં ૨.૨૦ લાખ બાળકો નબળા અને દાહોદમાં સૌથી વધુ ૧.૮૨ લાખ બાળકો ઠીંગણા સામે આવ્યા છે. સમગ્ર દેશમાં કુપોષણના લીધે ઠિંગણાપણું, નબળાઈ, અને ઓછા વજનની ટકાવારીમાં ગુજરાત મોખરે હોવાનું તાજેતરના નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-૫ અને નીતિ આયોગના અહેવાલમાં આવેલા ચોકાવનારા આંકડા ગુજરાત માટે ચિંતાજનક છે ત્યારે ગરીબ - શ્રમિક - સામાન્ય વર્ગના લાખો બાળકોને હક્કના પોષણક્ષમ ભોજનથી વંચિત રાખવા બીજી બાજુ તેમના મળતીયાઓને સતત તંદુરસ્ત કરવાની ભાજપ સરકારની નિતિ ને લીધે ગુજરાતમાં કુપોષણની સમસ્યામાં સતત વધી રહી છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૮ માં ૧,૧૦,૯૯૯ બાળકો કુપોષિત, વર્ષ ૨૦૧૯માં ૧,૪૨,૧૪૨ કુપોષિત બાળકો જ્યારે ૨૭-૨-૨૦૨૦ ના રોજ માત્ર છ મહિનામાં કુપોષિત બાળકોની સંખ્યા ૩,૮૬,૮૪૦ જે ગુજરાત સરકારની કુપોષણ સામે લડવા માટે કેટલી ગંભીર છે તે ઉજાગર કરે છે. હવે કોરોના કાળ બાદ આ સંખ્યા કેટલી થશે તે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. રાજ્યની ૪૨,૨૦૮ આંગણવાડીમાં સંજીવની દૂધ યોજના પણ લાંબા સમયથી બંધ રહી છે. ગુજરાતના ૧૪ જિલ્લા, ૫૨ (બાવન) તાલુકામાં ૮,૯૫૮ શાળા અને ૭,૬૮,૪૬૫ બાળકો જે યોજનાના લાભાર્થી છે તેવી સરકારની જાહેરાત હકિકતમાં દોઢ વર્ષથી કોરોના મહામારીમાં અંબાજી થી ઉમરગામ આદિવાસી વિસ્તારના બાળકો માટેની ‘દૂધ સંજીવની યોજના’ સદંતર બંધ હતી. મોટી-મોટી જાહેરાતો કરનાર ભાજપ સરકારે આદિવાસી બાળકોના મોંમાથી દૂધ-છીનવી લીધું. કોરોના મહામારીમાં સૌથી જેની વધુ જરૂર છે તે જ યોજના બંધ કરી હતી, આદિવાસી હજારો બાળકોને કોરોના મહામારી સામે લડવામાં ભાજપ સરકારે હાથ ખંખેરી લીધા છે. ગુજરાત સરકાર સુપ્રિમકોર્ટના આદેશ છતાં ૨૦૧૨ પછી ગરીબી રેખા નીચેના કુટુંબોનો સર્વે કર્યો નથી તેમ છતાં વર્ષ ૨૦૧૨ના આધારે રાજ્યમાં ૩૧,૪૧,૨૩૧ પરિવાર ગરીબી રેખાની નીચે એટલે કે, ગુજરાતમાં ૧ કરોડ ૮૮ લાખ નાગરિકો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે. જો વર્ષ ૨૦૨૨ માં ગરીબી રેખા નીચેના કુટુંબોનો સાચો સર્વે કરવામાં આવે તો ગુજરાતમાં ૫૪ ટકા કરતા વધુ નાગરિકો એટલે કે ૩ કરોડ ૭૦ લાખ જેટલા નાગરિકો ગરીબી રેખા નીચે જીવન જીવવા મજબુર છે.
   સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટની ફટકાર પછી પણ બાવન બાવન લાખ બાળકોને મધ્યાહન ભોજન ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ભાજપાની ભ્રષ્ટ સરકારની પોલ ખુલી ગઈ છે. ગુજરાતના બાવન લાખ બાળકોને મધ્યાહન ભોજન પાંચ મહિનાથી મળ્યુ નથી. વિવિધ સંગઠનોની લાંબી રજુઆત બાદ રાજ્ય સરકારે દેખાવ પુરતુ મધ્યાહન ભોજન શરૂ કરવાના સમારંભ યોજ્યા. રાજ્યની ૩૨૪૧૮ સરકારી શાળાના ૫૨,૨૩,૩૨૧ મોટા પાયે ગરીબ – સામાન્ય – શ્રમિક વર્ગના વિદ્યાર્થીઓ પાંચ મહિનાથી મદ્યાહન ભોજનથી વંચિત રહે તે કેટલે અંશે વ્યાજબી? શું આ રીતે તંદુરસ્ત બનશે ગુજરાત ? કોંગ્રેસના શાસન દરમિયાન ગુજરાતથી શરૂ થયેલી મીડ ડે મીલ યોજનામાં ગરીબ – સામાન્ય વર્ગના બાળકોને સરકાર શિક્ષણ અને મધ્યાહન ભોજનથી વંચિત રાખવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. 
#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ