મુખ્યમંત્રીએ 'માય લિવેબલ ભરૂચ' અભિયાનનો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રીએ 'માય લિવેબલ ભરૂચ' અભિયાનનો શુભારંભ કરાવ્યો

શહેરને હેપ્પી, ગ્રીન અને ક્લીન બનાવવાની નવતર પહેલ

✍️ મનિષ કંસારા

ભરૂચ: જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના વિઝન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન 'માય લિવેબલ ભરૂચ'ની આજથી શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનનો શુભારંભ દહેજથી કરાવ્યો છે. CSR હેઠળ ભરૂચને રહેવા યોગ્ય બનાવવા, શહેરનું વાતાવરણ સુખદ બનાવવાના અનેક પ્રયાસો કરવામાં આવશે. જેમાં શહેરની કંપનીઓ સામાજિક જવાબદારી નિભાવવા તંત્ર સાથે ઉત્સાહભેર જોડાઈ રહી છે. ઉપરાંત, અનેક બિન-સરકારી સંસ્થાઓ અને સ્વયંસેવકો પણ પોતાનો સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.


શું છે આ નવતર પહેલ...?!...


   શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે દિવસમાં ત્રણ વખત રસ્તાઓની સફાઈ, ભીંતચિત્રોથી શહેરને સુશોભિત કરવામાં આવશે. તમામ જાહેર સ્થળો ચાલવા યોગ્ય, આનંદપ્રદ અને સલામત હોવા જોઈએ. ફૂટપાથ, ઉદ્યાનો અને પ્લાઝાની ગુણવત્તા જાળવવા તેમજ રાહદારીઓને ટ્રાફિકથી બચાવવા, રહેણાંક રસ્તાઓ પર ટ્રાફિક ઘટાડવા અને ફૂટપાથ પહોળા કરવા, વ્યાપારી વિસ્તારોમાં પાર્કિંગ માટે પાર્કિંગ પ્રદાન કરવા માટે પાયાના સ્તરે પગલાં લેવા તેમજ માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર અને જનજાગૃતિ અભિયાન દ્વારા તમામ શાળા, કોલેજો અને શહેરના તમામ રહેવાસીઓને પ્રેરિત કરવાના પ્રયાસો કરવામાં આવશે.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ