વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત "વૃક્ષો વાવો, જીવન બચાવો" કાર્યક્રમ ભરૂચના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી, હર્ષા શંકરગીર ગોસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત "વૃક્ષો વાવો, જીવન બચાવો" કાર્યક્રમ ભરૂચના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી, હર્ષા શંકરગીર ગોસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયો
ભરૂચ: આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણી માતૃભૂમિ નું જતન અને રક્ષણ કરીએ તથા વધુ મા વધુ વૃક્ષો વાવીએ જેથી કરી ને પર્યાવરણ પણ શુદ્ધ રહે. "વૃક્ષો વાવો, જીવન બચાવો"ના કાર્યક્રમ માં કાર્યકર્તાઓ એ વૃક્ષો વાવવામાં સહકાર આપીને માતૃભૂમિ નું ગૌરવ વધાર્યું.
ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી, ભરૂચના હર્ષા શંકરગીર ગોસાઈ એ અપીલ કરતા જણાવ્યું હતું કે આપણે વૃક્ષો વાવવા ખાતર નહિ વાવવાં પણ...એક વર્ષ સુધી આ નાના છોડવાઓને જળ સીંચીને તથા ખાતર આપીને આ કુમળા છોડવા ઓનું એક વર્ષ સુધી જતન કરવું જોઈએ.
હર્ષાબેન એ વધુમાં જણાવ્યું હતું કે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે આપણે સૌ આપણા શેરી, મહોલ્લા, ગામ, શહેરને હરિયાળા બનાવવા વૈશ્વિક પર્યાવરણ અંગે જન જાગૃતિ ફેલાવી, વૃક્ષો અને વન્ય જીવસૃષ્ટિની જાળવણી માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ અનેસ બ કા સાથ સબ કા વિકાસ સૂત્રને સાર્થક કરીએ.
આ કાર્યક્રમમાં કાર્યકર્તા એવા ભાવિક પટેલ , મિહિરભાઈ, જીગરભાઈ, કમલેશભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳




Comments
Post a Comment