વાગરા તાલુકાના દહેજ ખાતે ઔદ્યોગિક વપરાશ હેતુ સ્થાપિત દેશના સૌપ્રથમ ૧૦૦ એમએલડી ઈન્ડસ્ટ્રીયલ ડિસેલિનેશન પ્લાન્ટની ઝલક
✍️ મનિષ કંસારા
ભરૂચ: સમગ્ર ભારતના કુલ ચાર PCPIR- પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ રિજીયનમાં ગુજરાતનું એકમાત્ર દહેજ PCPIR સામેલ છે. દહેજનો આ વિસ્તાર કુલ ૪૫૩ ચો. કિમી.માં ફેલાયેલો છે. ખૂબ ઝડપભેર વિકસી રહેલા દહેજ PCPIR વિસ્તારમાં હાલ કુલ ૪૫૪ એમ.એલ.ડી. પાણી પુરવઠો નર્મદા નદી તેમજ નર્મદા કેનાલ મારફત ઉપલબ્ધ છે. જેમાંથી ૨૦૦ એમએલડીનો હાલમાં વપરાશ થઈ રહ્યો છે.
નર્મદા નદીમાં પાણીના સ્ત્રોતમાં ઘટાડો થવાથી નાંદ અને અંગારેશ્વર ખાતેથી વપરાશમાં લેવામાં આવતા પાણીમાં ભરતીના સમયે દરિયાનું ખારૂ પાણી નદીમાં મિશ્રિત થઈ જાય છે. જેથી નદીમાં ખારાશનું પ્રમાણ વધવાથી ખાસ કરીને દર વર્ષે જાન્યુઆરીથી જૂન સુધી નદીમાંથી પાણીનો ઉપાડ થઈ શકતો નથી. જેનાંથી દહેજ વસાહતમાં અપૂરતા પાણીનાં કારણે ઉદ્યોગ ઉત્પાદન ક્ષમતા ઉપર માઠી અસર થતાં ઉદ્યોગકારોને કરોડોનું નુક્સાન વેઠવું પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલરૂપે જીઆઈડીસી દ્વારા દહેજ ઔદ્યોગિક વસાહત ખાતે ઉદ્યોગોની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાણી પૂરવઠાના વૈકલ્પિક સ્ત્રોત તરીકે રૂ.૮૮૧ કરોડના ખર્ચે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે, જેનું આજે મુખ્યમંત્રીએ લોકાર્પણ કરતા સ્થાનિક ઉદ્યોગોને મોટી રાહત મળી છે. આ પ્રોજેક્ટના સંચાલન અને મરામત માટે જીઆઈડીસી અને લાભાન્વિત એકમો દ્વારા સંયુક્ત SPV કંપની Dahej Desal Foundation ની પણ રચના કરવામાં આવી છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment