મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ

 

✍️ મનિષ કંસારા

ભરૂચઃ સહાયક પ્રાદેશિક વાહનવ્‍યવહાર કચેરી - ભરૂચ  દ્વારા મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં બે પૈડાં વાળા પ્રાઇવેટ વાહનો માટેના માટે નવી સીરીઝ GJ-16-AW શરૂ કરવામાં આવેલ છે. તો ઇચ્‍છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું http://parivahan.gov.in/fancy  પર ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરી AUCTION માં ભાગ લઇ શકે છે. જેની સુચનાઓ આ મુજબ છે. (૧) તા.૩૧/૦૫/૨૦૨૨ થી તા.૦૨/૦૬/૨૦૨નાં રોજ બપોરે ૧૨:૦૦ વાગ્‍યાથી રાત્રીના ૧૨:૦૦ વાગ્‍યા સુધી AUCTION માટેના ફોર્મ રજીસ્‍ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્‍લિકેશન કરવાની રહેશે. (૨) તા.૦૩/૦૬/૨૦૨૨ થી તા.૦૪/૦૬/૨૦૨૨ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્‍યાથી રાત્રીના ૧૨:૦૦ વાગ્‍યા સુધી AUCTION માટેનું Bidding Open રહેશે. (૩) તા. ૦૪/૦૬/૨૦૨૨ના ના રોજ ફોર્મ જમા કરાવવાના રહેશે. (૪) જે અરજદારોના ઇ-ફોર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે. જો ફોર્મ અત્રેની કચેરીએ રજૂ કરેલ નહી હોય તો તેઓનો પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહી. વધુ માહિતી માટે https://youtu.be/O3a9kfQI3kc પર સંપર્ક કરી શકશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી - ભરૂચે જણાવ્‍યું છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ