મોટરસાયકલ ચોરીનાં અલગ-અલગ બે વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢતી અંક્લેશ્વર શહેર પોલીસ
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓ તરફથી જીલ્લામાં બનેલ મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તથા હાલ માં ચાલતા વાહન ચેકીંગ ઝુંબેશ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ અંક્લેશ્વર ડિવિઝન નાઓ નાં માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારી નાઓની સુચના મુજબ વાહન ચેકીંગ દરમિયાન મો.સા ચોરીના અલગ-અલગ બે ગુના શોધી કાઢવામાં આવેલ છે.
વિગત (૧): અંક્લેશ્વર શહેર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ મહાવીર ટર્નીંગ ટ્રાફીક પોઇન્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક ઈસમ બાપુનગર ઓવરબ્રિજ તરફ્થી એક નંબર પ્લેટ વગરની મો.સા. હંકારી લઇ આવતા તેને હાજર પોલીસ માણસોએ તેને રોકી મોટરસાયકલના રજીસ્ટ્રેશનના લગતાં કાગળો માંગતા નહીં હોવાનું જણાવેલ અને મો.સા. બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી સદર ઈસમ પાસેની મો.સા. જોતાં હોન્ડા કંપનીનું HORNET મો.સા. કેસરી તથા કાળા ક્લરની હોય જેનો ચેસીસ નં- ME4KC238MG8011161 તથા એન્જીન નં.-KC23E80119392 મુજબનો જણાયેલ અને જે મો.સા.ના એંજીન તથા ચેસીસ નંબર આધારે મોબાઈલ પોકેટ કોપ ઇ-ગુજકોપમાં સર્ચ કરતા સદર મો.સા. નો રજી. નંબર- GJ- 22-J-3455 નો તથા મો.સા.ના માલીક તરીકે નીશીદ નરેન્દ્રભાઈ પંચાલ, રહે. સબજેલ રોડ નજીક, રાજપીપળા, જી.નર્મદાઓ હોવાનું જાણવા મળેલ કે સદર મો.સા. વર્ષ-૨૦૨૦ માં ચોરી થયેલ માલુમ પડતા આરોપીની વધુ સઘન પુછપરછ કરતા હાજર ઇસમે સદર મો.સા. રાજપીપળા ચોકડી પાસેના પેટ્રોલ પંપ પાસેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ હોય મળી આવેલ મો.સા. વધુ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ અને મુદ્દામાલ આધારે ગુનો શોધી કાઢવામાં આવેલ છે.
વણશોધાયેલ ગુનાની વિગત: અંક્લેશ્વર શહેર પો.સ્ટેગુ.ર.નં. ૧૧૧૯૯૦૦૪૨૦૦૭૭૬/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૭૯
આરોપીનું નામ: ધર્મેન્દ્ર કુમાર સુરેન્દ્રભાઈ વિશ્વકર્મા (ઉં.વ.૨૭), ધંધો.ગેરેજ, રહે. પંચવટી સોસાયટી, ONGC કોલોની પાછળ, ગડખોલ, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ
મુદ્દામાલ: એક હોન્ડા કંપનીનું HORNET ટુ - વ્હીલર બાઈક નં.-GJ-22-J-3455 જેની આશરે કિં.રૂ.૬૦,૦૦૦/-
જ્યારે અન્ય બીજા ગુનામાં છોટાઉદેપુર જીલ્લાની બોડેલી પોલીસ સ્ટેશન મો.સા. ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢ્યો છે જેની વિગત નીચે મુજબ છે
વિગત (૨): અંક્લેશ્વર શહેર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ જુના ને.હા.નં.૮ ગડખોલ પાટીયા ઓવરબ્રીજ ઉપર વાહન ચેકીંગમાં હતાં તે દરમિયાન એક ઈસમ બાપુનગર ઓવરબ્રિજ તરફ્થી એક નંબર પ્લેટ વગરની અને હેલ્મેટ પહેર્યા વગર મો.સા. હંકારી લઇ આવતા તેને હાજર પોલીસ માણસોએ તેને રોકી મોટરસાયકલ સાઈડમા ઉભી રખાવી મો.સા.ના રજીસ્ટ્રેશન ના લગતા કાગળો બાબતે પુછપરછ કરતા શંકાસ્પદ જણાઈ આવતા મો.સા. બાબતે મોબાઈલ પોકેટ કોપ ઇ-ગુજકોપમા તપાસ કરતા મો.સા. બોડેલી પોલીસ સ્ટેશનમાંથી ચોરી કરેલાની માલુમ પડતા આરોપીની વધુ સઘન પુછપરછ કરતા હાજર ઇસમે સદર મો.સા. બોડેલી ખાતેથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે. તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલ આધારે ગુનો શોધી કાઢવામા આવેલ છે. જેથી વધુ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ અને મુદ્દામાલ આધારે ગુનો શોધી કાઢવામાં આવેલ છે.
વણશોધાયેલ ગુનાની વિગત: બોડેલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૧૨૨૦૩૯૯/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૭૯
આરોપીનું નામ: સુરેશભાઈ રમેશભાઈ મહાવી ઉં.વ.૧૯, ધંધો- મજુરી, હાલ રહે.ઝઘડીયા જી.આઇ.ડી.સી., પાનોલી ઇન્ટરમીડીયેટ કંપની, તા.ઝઘડીયા જી.ભરૂચ. મુળ રહે. કરવારા, બળેલી ફળિયું, તા.જી.દાહોદ
મુદ્દામાલ: એક હોન્ડા કંપનીનું HF ડીલક્ષ ટુ-વ્હીલર બાઈક નં.-GJ-06-JG-8579 જેની આશરે કિં. રૂ.20,000/-
આમ અંક્લેશ્વર શહેર પોલીસ દ્વારા અલગ-અલગ બે મોટરસાયકલ ચોરીનાં ગુનામાં મુદ્દામાલ સહિત બે ઈસમોને ઝડપી પાડી વણશોધાયેલા ગુનાઓ શોધી કઢાયા હતા.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ: પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારી નાઓની સુચના મુજબ અ.હે.કો. મોતીભાઈ રાણાભાઈ, અ.પો.કો. ધનંજયસિંહ વિક્રમસિંહ, અ.પો.કો. શામજીભાઈ કોળચાભાઈ, અ.પો.કો. અનિલભાઈ મોતીભાઈ, અ.પો.કો. નૈલેશદાન પ્રવિણદાન, અ.પો.કો. માવજીભાઈ નાગજીભાઈ તથા અ.પો.કો. યુવરાજસિંહ નરેન્દ્રસિંહ નાઓ મારફતે કરવામાં આવેલ છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment