ભરૂચ શહેરમાં આવેલ આલ્ફા સોસાયટી ખાતેના રહેણાંકના મકાનનાં પાછળનાં ભાગેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે બુટલેગરને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ
ભરૂચ: પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા પ્રોહિબિશન/જુગારની ગે.કા.ની પ્રવૃત્તિઓ અંકૂશમાં લેવાના ઉદ્દેશ્યથી તા.૧૩/૦૩/૨૦૨૨ થી તા.૧૮/૦૩/૨૦૨૨ સુધી રાજ્યના તમામ શહેર/જીલ્લા ખાતે સ્પેશિયલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ભરૂચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા નાઓ દ્વારા ઉપરોક્ત ડ્રાઇવ દરમિયાન અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે.
પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. ભરવાડ ભરૂચ શહેર એ ડિવિઝન પો.સ્ટે. તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે ભરૂચ શહેરમાં આવેલ આલ્ફા સોસાયટી ખાતે રહેતા ચેતનભાઈ કનુભાઈ પરમાર નાઓના રહેણાંકના મકાનનાં પાછળનાં ભાગેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૪૪, કિં.રૂ.૨૯,૭૭૦/-ના પ્રોહિબટડ મુદ્દામાલ સાથે ઉપરોક્ત આરોપીને ઝડપી પાડી ગણનાપાત્ર પ્રોહિબટડ મૂદ્દામાલ શોધી કાઢવામા આવેલ છે.
આગામી દિવસોમા ભરૂચ શહેર “એ” ડિવિ. પો.સ્ટે. પ્રોહિ/જૂગારની પ્રવૃત્તિ ઉપર કાર્યવાહી કરવા કટીબદ્ધ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ: ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૪૪, કિં.રૂ.૨૯,૭૭૦૮
પકડાયેલ આરોપી: ચેતનભાઈ કનુભાઈ પરમાર રહે.-૩૭, આલ્ફા સોસાયટી, લીંકરોડ, ભરૂચ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ: પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. ભરવાડ, હે.કો. રાજેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, તથા પો.કો. સરફરાજ, પંકજભાઈ, કાનુભાઈ, શક્તિસિંહ, અજયસિંહ, વિજયભાઈ, દિક્ષીતભાઈ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment