ભરૂચ તાડીયા બાવા જમ્મન દરગાહ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી ભરૂચ શહેર "બી" ડિવિઝન પોલીસ
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ઇન્ચાર્જ ના.પો. અધિ. ચિરાગ દેસાઈ ભરૂચ વિભાગ ભરૂચ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.ઇન્સ. એ. બી. ચૌધરી નાઓને મળેલ બાતમી હકીકત આધારે ભરૂચ તાડીયા બાવા જમ્મન દરગાહ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તાપાનાનો રૂપિયાની હાર જીતનો જુગાર રમતા છ આરોપીઓને રોકડા રૂપિયા તથા મોબાઇલ નંગ-૦૫ તથા મોપેડ ગાડી નંગ-૦૨ મળી કુલ કિં.રૂા.૧,૩૦,૨૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓનાં નામ: (૧) મોઇન ગુલામનબી ખલીફા રહે, સોનેરી મહેલ, રસુલભાઈ બગીવાલાની સામે,ભરૂચ (૨) મોહંમદ આકીબ ફરીદભાઈ શેખ રહે.-મ.નં.ઇ.-૨૧૩૫ , સિપાઇવાડ, મદીના હોટલ પાસે ભરૂચ (૩) મોહંમદ સાજીદ ફારુક કુરેશી રહે.-કતોપોર બજાર, કસાઇવાડ, ભરૂચ (૪) અજીમુદ્દીન કુતુબુદ્દીન શેખ રહે , કાનુગાવાડ, બાવડી ભરૂચ (૫) સાહીલ નજીર મન્સુરી રહે.-સોનેરી મહેલ, એડ્રુસ બાવાની દરગાહ પાસે, ભરૂચ (૬) અખ્તરહુશેન ઉર્ફે બબલુ અબ્દુલ અજીજ ખલીફા રહે. મ.નં.સી-૪૬, મુસ્લીમ સોસાયટી, સબજેલની પાછળ, ભરૂચ.
વોન્ટેડ આરોપીઓ: (૧) કૈફ શેખ (૨) જસ્ટન ફેર બાપુ બન્ને રહે.-બાવા જમ્મન દરગાહ પાસે ભરૂચ તથા (૩) શબ્બીર રહે.-સક્કર તળાવ , ભરૂચ.
કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) અંગ ઝડતી તથા દાવ ઉપરના રોકડા રૂપિયા-૨૨,૭૯૦/- (૨) મોબાઇલ નંગ-૦૫ કિંમત રૂપિયા ૧૭,૫૦૦/- (૩) મોપેડ ગાડી નંગ-૦૨ કિં.રૂ.૯૦,૦૦૦/- (૩) પાના પત્તા- નંગ-૫૨ તથા પાથરણુ નંગ-૦૧ કિં.રૂ.૦૦/-
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા-૧,૩૦,૨૯૦/-
કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓનાં નામ: પોલીસ ઇન્સ્પેક્ટર એ. બી. ચૌધરી પો.સ.ઇ. જી. આઇ. રાઠોડ તથા અ.હે.કો. ધર્મેન્દ્રકુમાર બાબુલાલ, અ.હે.કો. વિજયભાઈ રમેશભાઈ, અ.હે.કો. રાયાભાઈ દેવરાજભાઈ, અ.પો.કો. દેવરાજભાઈ સગરામભાઈ, અ.પો.કો. કુંદનભાઈ પ્રકાશભાઈ તથા અ.પો.કો કમલેશભાઈ કાળુભાઈ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment