નેત્રંગ પોલીસ સ્ટેશનની હદમાં બનેલ બળાત્કાર તથા મારામારી ના ગુન્હાના આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પકડી જેલ હવાલે કરતી નેત્રંગ પોલીસ

નેત્રંગ પોલીસ સ્ટેશનની હદમાં બનેલ બળાત્કાર તથા મારામારી ના ગુન્હાના 
આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પકડી જેલ હવાલે કરતી નેત્રંગ પોલીસ

 ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા ઇન્ચાર્જ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ શરીર સબંધી ગુનાઓનું ડિટેક્શન કરવા આપેલ સુચના આધારે વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઈ અંક્લેશ્વર વિભાગ, અંક્લેશ્વર નાઓના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધથી ગુન્હા શોધી કાઢવા કટીબદ્ધ હોય. 

  જે અનુસંધાને નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.-૦૭/૦૩/૨૦૨૨ ના રોજ રાત્રીના નવેક વાગ્યાનાં અરસામાં આરોપી મુકેશભાઈ રાજાભાઈ ભરવાડ નાએ એક સગીર વયની છોકરીને સોશિયલ મીડિયા ના માધ્યમથી મેસેજ કરી દબાણ કરી બોલાવેલ અને સગીર વયની છોકરી (ભોગબનનાર) સાથે જબરદસ્તી કરી, બળજબરીપૂર્વક તેઓની મરજી વિરૂદ્ધ બળાત્કાર કરેલ અને ભોગ બનનાર ના પિતાએ સગીર વયની છોકરીને આરોપીના સકંજા માંથી છોડાવેલ તેમને આરોપીઓ દ્વારા મારામારી કરી ઈજાઓ પહોંચાડેલ જે વિગેરે ફરીયાદીની હકીકત મુજબ નેત્રંગ પો.સ્ટેશનમાં બળાત્કાર તથા મારામારી તથા એટ્રોસીટી એક્ટ મુજબની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ અને વિભાગીય પોલીસ અધિકારી શ્રી ચિરાગ દેસાઈ, અંક્લેશ્વર વિભાગ, અંક્લેશ્વર નાઓએ ગુનાની તપાસ સંભાળી લીધેલ અને ગુનાની ગંભીરતા સમજી તુરંત અલગ-અલગ પોલીસ માણસોની ટીમો બનાવી ગુના સંબધે પુરાવા એકત્રિત કરવા એફ.એસ.એલ.ની મદદ લઈ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવેલ. તેમજ એફ.એસ.એલ. તથા મેડીકલ  ફોરેન્સિક ની મદદ લઇ જરૂરી પુરાવા એકત્રિત કરી ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે. 

  સદર ગુનાના કામનો મુખ્ય આરોપી મુકેશભાઈ રાજાભાઈ ભવાનભાઈ ભરવાડ (આહિર) ઉં.વ.૩૧ રહે.-નેત્રંગ ગીરધરનગર તા.નેત્રંગ જી.ભરૂચ નાઓને ગણતરીની કલાકોમાં પકડી તા ૦૮/૦૩/૨૦૨૨ ના રોજ હસ્તગત કરી, અટક કરવામાં આવેલ અને જેલ હવાલે કરવામાં આવેલ છે. તેમજ અન્ય આરોપી ભરતભાઇ રાજાભાઇ ભરવાડ રહે.-નેત્રંગ, ગીરધરનગર તા.નેત્રંગ જી.ભરૂચ નાઓને પણ અટક કરવામાં આવેલ છે. 


પકડાયેલ આરોપીઓનું નામ સરનામું: (૧) મુકેશભાઈ રાજાભાઈ ભવાનભાઈ ભરવાડ (આહિર) ઉં.વ.૩૧ રહે.-નેત્રંગ ગીરધરનગર તા.નેત્રંગ જી.ભરૂચ (ર) ભરતભાઈ રાજાભાઈ ભવાનભાઈ ભરવાડ (આહિર) ઉં.વ.૩૫ રહે.-નેત્રંગ ગીરધરનગર તા.નેત્રંગ જી.ભરૂચ 


કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓનાં નામ: સદર કામગીરી વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઈ, અંક્લેશ્વર વિભાગ, અંક્લેશ્વર તથા નેત્રંગ પો.સ્ટે.ના પો.સ.ઇ. એન. જી. પાંચાણી તથા એ.એસ.આઈ. ભોગીલાલભાઈ મનુભાઈ બ.નં.૧૨૭૮ તથા અ.હે.કો. વિજયસિંહ કાનાભાઇ બ.નં.૧૦૮૨, અ.હે.કો. જગદીશભાઈ પાંચાભાઈ બ.નં.૯૦૧, અ.હે.કો. જયસીગભાઈ મણીલાલભાઈ બ.નં.૧૦૧૬, અ.હે.કો. રમેશભાઈ ધનજીભાઈ બ.નં.૧૧૧૨ તથા અ.હે.કો. રાજેશભાઈ બચુભાઈ બ.નં.૮૮૦, ના.પો.અધિ. કચેરી તથા અ.હે.કો. જયદેવસિંહ અમરસિંહ બ.નં.૧૧૩, ના.પો.અધિ.શ્રી કચેરી તથા પો.કો.કિશનભાઇ પાંડ્યાભાઈ બ.નં.૧૭૦૩, પો.કો. ઝીણાભાઈ સોમાભાઈ બ.નં.૫૩૨ તથા પો.કો. જેસલભાઈ ડાહ્યાભાઈ બ.નં.૧૨૨૪ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ