અંક્લેશ્વર ને.હા.નં.-૪૮ ઉપર આવેલ સિલ્વર સેવન હોટલના પાર્કીંગ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

અંક્લેશ્વર ને.હા.નં.-૪૮ ઉપર આવેલ સિલ્વર સેવન હોટલના પાર્કીંગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી 
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
✍️ મનિષ કંસારા

ભરૂચ: ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ નાબુદ કરવા સારૂ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા સારૂ તથા જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય.

  જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી. ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે. દરમિયાન ગઇકાલ તા.-૦૮/૦૩/૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંક્લેશ્વર ને.હા.નં.-૪૮ ઉપર અંક્લેશ્વર થી ભરૂચ તરફ જવાના હાઇવે રોડની બાજુમાં આવેલ હોટલ સિલ્વર સેવન ની પાછળનાં ભાગે આવેલ પાર્કીંગમા એક મહારાષ્ટ્ર પાર્કિંગનો બંધ બોડીનો આઇસર ટેમ્પો પાર્ક કરી મુકેલ છે, જે ટેમ્પામાં ગેરકાયદેસરનો દારૂનો જથ્થો ભરેલ છે, જે બાતમી મળેલ હકીકત આધારે એલ.સી.બી. ટીમે હોટલ સિલ્વર સેવન ની પાછળના ભાગે આવેલ પાર્કીંગમા તપાસ કરતા બંધ બોડીનો આઇસર ટેમ્પા નંબર MH-04-EY-2457 નો મળી આવેલ જે ટેમ્પાનો ચાલક કે સાથે કોઇ હાજર મળી આવેલ નહીંં અને દરવાજા ઉપર ગેરમાર્ગે દોરવા સારૂ સીલ લગાવેલ હોય, જે સીલ તોડી ટેમ્પામાં તપાસ કરતા ગેરકાયદેસર નાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ બ્રાન્ડનો દારૂનો જથ્થો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી, સ્થળ ઉપર હાજર નહી મળી આવેલ ટેમ્પા ચાલક તથા દારૂનો જથ્થો મોકલનાર તેમજ દારૂ નો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમો વિરૂદ્ધમાં અંક્લેશ્વર શહેર પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર કરાવવામા આવેલ છે.


કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના અલગ-અલગ બ્રાન્ડના કુલ બોક્ષ નંગ-૧૬૩ જેમાં ભરેલ કુલ બોટલો નંગ-૫૭૭૨ કીં.રૂ.૦૭,૧૦,૪૦૦/- તથા ટેમ્પા નંબર MH-04-EY-2457 મળી કુલ કીં.રૂ.૧૨,૧૦,૪૦૦/- નો મુદ્દામાલ


 કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનાં નામ: પો.સ.ઇ. વાય. જી. ગઢવી તથા ASI બાલુભાઈ હે.કો. ઉપેન્દ્રભાઈ, હે.કો. દિલીપકુમાર એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ