મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ

✍️ મનિષ કંસારા

ભરૂચઃ સહા. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભરૂચ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન AUCTION શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં LMV (ફોર-વ્હીલર વાહનો માટે) ના તમામ વાહન નંબર માટેની GJ16-DG નવી સીરીઝનું AUCTION શરૂ કરવામાં આવેલ છે. તો ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી ONLINE http://parivahan.gov.in/fancy પર online ૨જીસ્ટ્રેશન કરી AUCTION માં ભાગ લઈ શકે તે હેતુસર જાહેર જનતાના હિતમાં ઓકશનની મુદત તેમજ સૂચનાઓ નીચે મુજબ છે.

  તા.૦૧/૦૩/૨૦૨૨ (૧૨:૦૦:૦૦ AM)થી તારીખ ૦૩/૦૩/૨૦૨૨ ના રોજ (૧૧:૫૯:૫૯ PM) વાગ્યા સુધી AUCTION માટેના ફોમૅ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૦૪/૦૩/૨૦૨૨ ના રોજ (૧૨:૦૦:૦૦ AM) થી તા.૦૫/૦૩/૨૦૨૨ ના રોજ (૧૧:૫૯:૫૯ PM) વાગ્યા સુધી AUCTION માટેનું Bidding Open રહેશે. તા.૦૬/૦૩/૨૦૨૨ ના રોજ ફોમૅ જમા કરવાના રહેશે. જે અરજદારોના ઈ–ફોમઁ, CNA ફોમઁ, વાહન ખરીદવાના સાત દિવસની અંદર ONLINE SUBMIT કરવાનું રહેશે. જો ફોર્મે અત્રેની કચેરીએ રજુ કરેલ નહી હોય તો તેઓને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહિ. વધુ માહિતી માટે https://youtu.be/O3a9kfQI3kc (E-Auction procedure) 

  વાહન ખરીદવાના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ ફોમૅ અપલોડ કરવાનું રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસના અંદરનાજ અરજદારોએ હરાજીમાં ગોલ્ડન અને સિલ્વર માટે ભાગ લેવા અરજી કરી શકાશે. ગોલ્ડન અને સિલ્વર સિવાયના નંબરો માટે ૩૦–દિવસની અંદરના અરજદારોએ હરાજી કરી શકાશે એમ ઈ.ચા.સહા. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભરૂચ દ્વારા જણાવ્યું છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ