મિકેનિકલ જીવન ( યાંત્રીક જીવન )- અંગત જીવનની ડાયરી નાં વિચારો અંતર્ગત...

મિકેનિકલ જીવન ( યાંત્રીક જીવન )- અંગત જીવનની ડાયરી નાં વિચારો અંતર્ગત...

 મારી અંગત જીવનની ડાયરી નાં વિચારો અંતર્ગત એક નવી પોસ્ટ :-


                  મિકેનિકલ જીવન ( યાંત્રીક જીવન )


                     છેલ્લું લેક્ચર ફ્રી હોવાથી હું સ્ટાફ રૂમમાં બેઠો હતો અને સામે આચાર્ય સાહેબ એમનાં ટેબલ પર એમનું કામ કરી રહ્યા હતાં... અચાનક મારાં મોંઢા માંથી શબ્દો સરી પડ્યાં કે, 

“સર વર્ષ નાં ચાર દિવસ પણ પુરા થઈ ગયા.” 

આ સાંભળી સાહેબે પ્રત્યુતર આપ્યો કે, 

“સાહેબ તમે ચાર દિવસ ની શું વાત કરો છો.... જિંદગી પણ પુરી થઈ જશે...  આપણું જીવન મિકેનિકલ બની ગયું છે...”

મેં કહ્યું કે, “સાચું સાહેબ આપણું જીવન મિકેનિકલ બની ગયું છે...”

  આ મિકેનિકલ લાઈફ શબ્દ શાળા છુટયા પછી સતત મારા મનમાં ફર્યા કર્યો એટલે થયું કે લાવ નવા વર્ષ ની પહેલી પોસ્ટ તરીકે આ શબ્દને થોડો વિસ્તાર પુર્વક વ્યાખ્યાયિત કરૂં... એટલે ચાલો મિકેનિકલ લાઈફ એટલે શું થોડુંક મારી સમજણ પ્રમાણે...

                      મિકેનિકલ લાઈફ એટલે ગુજરાતી માં યાંત્રિક જીવન... આપણી વર્તમાન આધુનિક જીવનશૈલી ટાઈમ ટેબલ સાથે સેટ થઈ ને ચાલી રહી છે... સવારે ઉઠવું, ફ્રેશ થઈ ઘરે થી ટીફિન લઈને દોડવું, મગજમાં તો સમયસર નોકરી અથવા ધંધાનાં સ્થળે પહોંચવાની ચિંતા અને ત્યાં પહોંચ્યા પછી આખો દિવસ એક યંત્ર ની જેમ કામ કર્યા કરવું... સાંજે ફરી ભાગતા ભાગતા ઘરે આવવું અને જમ્યા ન જમ્યા ને પથારી ભેગા... ફરી બીજા દિવસે એજ રૂટિન ચાલુ... જાણે આપણે એક યંત્ર ની જેમ એક સમય માં ગોઠવાઈ ન ગયાં હોવ... આ બધા માં આપણું વ્યક્તિત્વ જીવન, પોતાના મોજશોખ, સામાજિક જીવન, મિત્રો સાથે ગમ્મત કરવી, પરિવાર સાથે સમય પસાર કરવો આ બધી બાબતો તો જાણે ખોવાઈ જ ગઈ છે... બસ એક યંત્ર ની જેમ ચાલ્યા જ કરીએ છે, ચાલ્યા જ કરીએ છે આ છે આપણી મિકેનિકલ લાઈફ (યાંત્રિક જીવન)...

                     આ મિકેનિકલ લાઈફ એટલે કે યાંત્રિક જીવન માટે ક્યાંક આપણે જે વર્તમાન ભૌતિક સુખ સગવડો ભોગવી રહ્યા છે એ પણ જવાબદાર છે એમાંય ખાસ તો ટીવી , મોબાઈલ વીથ ઈન્ટરનેટ... આ બન્ને આમ તો આપણા માટે ઘણી ઉપયોગી સગવડ છે જેની મદદથી આખી દુનિયા આપણી મુઠ્ઠી માં છે.... આપણે આખા વિશ્વને આવી મદદથી જાણી શકીએ છીએ , મનોરંજન મેળવી શકીએ છીએ પરંતુ *ક્યાંક ને ક્યાંક આ સગવડનો વધુ પડતો ઉપયોગ આપણાં જીવન ને યંત્રવત્ બનાવી દીધું છે... પહેલાં સાંજ પડે ને પરિવાર ના દરેક સભ્યો ભેગા થતાં અને વાર્તાલાપ કરતાં... એ દરમિયાન એટલી આત્મિયતા રહેતી કે આખા દિવસ નો થાક ગાયબ થઈ જતો... પછી પરિવાર સાથે જમતા જમતા સામાજિક ને પારિવારિક ચર્ચા ઓ થતી અને એક અલગ જ વાતાવરણ હતું... પરંતુ વર્તમાન ટીવી અને મોબાઇલ ના યુગમાં આ માહોલ  રહ્યો છે ખરો ????? 

ના...

                       બધા જ પોત પોતાના મોબાઈલમાં વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પર વ્યસ્ત છે... વાસ્તવિક સંબંધો થી દુર કાલ્પનિક સંબંધો નિભાવવા માં... પછી વાસ્તવિક જીવનમાં રહેલો પ્રેમભાવ અને આત્મીય પુર્ણ સંબંધો ક્યાં મળે ??? 

                       છેલ્લે એટલું જ કે હજુ સમય છે આપણી મિકેનિકલ લાઈફ(યંત્રવત્ જીવન) ને પારખી ને એમાંથી બહાર આવો... ભૌતિક સુખ સગવડો એજ માત્ર જીવન નથી... પરિવાર સાથે સમય પસાર કરવો, પરિવાર સાથે બેસીને જમવું, સામાજિક સંબંધો માટે સમય ફાળવવો, મિત્રો સાથે બેસીને એક કપ ચા પીવી, ખુદના માટે સમય કાઢવો , પરિવાર અને મિત્રો સાથે હરવું ફરવું આ બધું વાસ્તવિક જીવન છે જેને જીવો... કારણકે આપણાં જીવન નું કંઈજ નક્કી નથી કે ક્યારે શું થવાનું છે... હા એ વાત સાચી કે આવનારા ભવિષ્ય ને લઈને ચિંતિત હોવું જોઇએ,  આયોજન કરવા જોઈએ પણ સાથે ખરેખર દિલથી પોતાની આજ ને માણવી જોઈએ ના કે એક યંત્ર ની જેમ મિકેનિકલ લાઈફ(યંત્રવત જીવન) જીવવું જોઈએ... 

                  

         “હર એક પળ માં જીવન માણો...” 


લેખક: ગૌતમ દવે (શિક્ષક)

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Post a Comment

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ