༺ શિક્ષક ༻

  ༺ શિક્ષક ༻

                   ༺ શિક્ષક ༻


   શિક્ષક વિશે ઘણા ની મનોભવના અલગ અલગ રીતે વિચારે છે. ઘણા ગુરુ નું સ્થાન ઊંચું રાખે છે. તો ઘણા ને શિક્ષક ની ટીખળ કરવા માં કઈ વાંધો નથી આવતો. શિક્ષક વિશે એવું તો સાંભળ્યું જ છે કે ખાલી એક કલમ વડે દેશ નું ભવિષ્ય ઉજ્જવળ પણ કરી શકે છે. ઉજ્જડ પણ કરી શકે છે. એની કલમ માં એટલી તાકાત હોય છે. કે ધારે તો માણસનું ભવિષ્ય ઉન્નત સીડી પર ચડાવી દે છે. બાકી ખાડા માં પડવા લાયક પણ નથી છોડતાં. 

   એક નાના બાળક ની જેમ તમારી આંગળી પકડી ને તમને સફળતાની સીડી સુધી પહોંચાડનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ શિક્ષક છે. આ દુનિયા માં એંસી ટકા લોકો નું માનવું છે કે શિક્ષક એક ગોખણપટ્ટી કરનાર વ્યક્તિ છે. જે બસ ચોપડી નું લખેલું બોલ્યે જાય છે. બાકી એને ખુદ ને તો કશું આવડતું જ નથી. ભ્રષ્ટાચાર ના પાયા ઉપર ચાલી ને શિક્ષક બને છે. તમારું શું માનવું છે?! બધા શિક્ષકો ભ્રષ્ટાચારી હશે ?! બધા પોતપોતાની વિચાર ધારા પ્રમાણે વિચારે છે. કોઈ સારા પણ હોય અને કોઈ સારા ના પણ હોય પણ એનો મતલબ એવો તો નથી કે તમે બધા વિશે એક વિચાર રાખો કે બધા એક હરોળ માં ચાલનારા છે. કોઇનું માનવું એવું છે ભણેલું ક્યારેય કામ જ નથી આવતું. તો કોઈક એવું વિચારે છે કે આ શિક્ષક ને ભણાવતા જ નથી આવડતું તે તો બસ ચોપડી નું જ્ઞાન જ આપે છે અને આપણે પણ ભૂલી જઈએ છે કે, એ ચોપડી નાં જ્ઞાન ને લીધે જ આપણે એક ધોરણ માં થી બીજા ધોરણ માં પ્રવેશ કરીએ છે અને એણે આપેલા આ ચોપડી ના જ્ઞાન ને લીધે જ તમે જે તે પોસ્ટ ઉપર હશો. એ પોસ્ટ ના લીધે જ તમને પગાર મળતો હશે અને તમારું ઘર પણ ચાલતું હશે, પણ તમારું માનવું તો એવું છે કે ચોપડી નું જ્ઞાન ક્યાંય કામ જ નથી આવતું. જો કોઈ ચોપડી રાખી ને ભણાવે તો પણ તમને વાંધો અને ચોપડી ના રાખે તો પણ તમને વાંધો. જે લોકો પોતાની જિંદગી માં કાંઈ પણ હાંસિલ નથી કરી શક્યા એને શિક્ષક શબ્દ પ્રત્યે વાંધો આવે છે. અને જે આગળ નીકળી ગયા છે, એમને કદાચ ખબર હોય છે કે પોતાના આગળ વધવા પાછળ એના શિક્ષક નો કેટલો ફાળો રહેલો છે. 

   સમાજમાં શિક્ષકને એટલું માન સન્માન નથી મળતું જેટલું મળવું જોઈએ. લોકોની માનસિકતા એવી છે કે પોતે જે કાંઈ પણ છે, એમાં સંપૂર્ણ પોતાની જ મહેનત છે, એનાં શિક્ષક ની નહિ. એમણે તમને એક ધોરણ માંથી બીજા ધોરણ માં મોકલ્યા ત્યારે ને ?! ઘણાને લાગે છે કે શિક્ષક એટલે એક સામાન્ય વ્યક્તિ. જેને ખુદ ને કોઈ પ્રકાર નું જ્ઞાન નથી હોતું, અને બીજા ને જ્ઞાન આપે છે. જે વ્યક્તિ ની વિચારસરણી આવી હોય છે તે પોતે ક્યારેય આગળ આવી ના શકે. 

  આપણ ને વેકેશન તો હોય છે, પણ એમને તો ત્યારે પણ કામ જ પેપર ચેક કરવા, વળી પાછા અન્ય સરકારી કામો માં જોડાવું. જેમ કે વસ્તી ગણતરી વિગેરે જેવા અન્ય કામો એમની રાહ જોઈ ને જ પડ્યા હોય છે. ચાલુ સ્કૂલે પણ એમને આવા અનેક કાર્યક્રમો માં ધ્યાન રાખવું પડે છે. તાલીમો માં હાજરી આપવી પડે છે. સ્કુલ ની અંદર અવનવા કાર્યક્રમો ગોઠવો પડે છે. આ બધું એ કોના માટે કરે છે. તમારા ઉજ્વળ ભવિષ્ય માટે ને પણ અહીં તો શિક્ષક એક હાસ્યનું પાત્ર બનીને રહી જાય છે. જેમની ઘણા માણસોનાં મનમાં કોઈ કિંમત જ નથી હોતી. અને એમની આ નોકરી ને બધા થી નિમ્ન શ્રેણીની હોય એવું પણ લોકો માને છે. પણ એ વ્યક્તિ આ ભૂલી જાય છે, એના શિક્ષક ની કલમ ના લીધે આ જે તે પોસ્ટ ઉપર પહોંચ્યો છે. 

  આવા આપણા સમાજ ના ઘણા લોકો નું માનવું છે. પણ દુનિયા ના કોઈ પણ ખુણામાં મિત્રો ફરી લ્યો જે જ્ઞાન તમને શિક્ષક આપી શકે છે ને એ બીજું કોઈ ના આપી શકે એટલે જ કહ્યું છે કે "ગુરુ વિના જ્ઞાન નહિ અને માતા વિના માં નહિ" ...

  ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને તૈયાર કરવાનું કામ કરતા શિક્ષક સ્વરૂપના ગુરુઓ અપેક્ષા નથી રાખતા કે ગુરુપૂર્ણિમાની સવારે એ બાળક તેની પાસે આવે જે બાળકને તેણે ઘડવામાં શ્રમ કર્યો છે. મારી નજરે એ સાચા ગુરુ છે. આ કામ માટે તેમને નિશાળના વહીવટદારો દ્વારા પગાર ચૂકવી દેવામાં આવે છે અને એ પગાર જ તેની ગુરુદક્ષિણા છે. 

               ✍️મનિષ કંસારા

               63529 18965


🙏🙏🙏🙏🙏

#gujaratnivacha


Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ