સમગ્ર દેશમાં ૧૦૦ જેટલી સૈનિક શાળાઓ શરૂ કરવા માટે વિચારણા, ભરૂચ જિલ્લામાં રસ ધરાવતા રાજ્ય સરકાર હસ્તકની શાળાઓ, એન.જી.ઓ, પ્રાઇવેટ પાર્ટનર્સ નોંધે
સમગ્ર દેશમાં ૧૦૦ જેટલી સૈનિક શાળાઓ શરૂ કરવા માટે વિચારણાં ભરૂચ જિલ્લામાં રસ ધરાવતાં રાજ્ય સરકાર હસ્તકની શાળાઓ, એન.જી.ઓ, પ્રાઇવેટ પાર્ટનર્સ એ નોંધ લેવી 🔶 https://sainikschool.ncog.gov.in સાઇટ પર રજીસ્ટ્રેશન તેમજ અન્ય વિગતો મળી શકશે ✍️મનિષ કંસારા ભરૂચઃ ભારત સરકારે રાજ્યના એનજીઓ દ્વારા ખાનગી ભાગીદારી દ્વારા સૈનિક સ્કૂલ સોસાયટી સંરક્ષણ મંત્રાલય હેઠળ એફીલિએશન ધોરણે નવી સૈનિક શાળા સ્થાપના ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૧૦૦ જેટલી સૈનિક શાળાઓ શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવેલ છે. સદર બાબતે ભરૂચ જિલ્લામાં રસ ધરાવતા રાજ્ય સરકાર હસ્તકની શાળાઓ, એન.જી.ઓ, પ્રાઇવેટ પાર્ટનર્સને સામેલ કરવાના છે. રસ ધરાવતા એન.જી.ઓ, પ્રાઇવેટ પાર્ટનર્સને https://sainikschool.ncog.gov.in સાઇટ પર રજીસ્ટ્રેશન તેમજ અન્ય વિગતો મળી શકશે એમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી- ભરૂચે જણાવ્યું છે. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳