મારી અંગત ડાયરીના વિચારો અંતર્ગત આજે નવા વિચાર સાથે પ્રસ્તુત છું :- લાગણી

મારી અંગત ડાયરીના વિચારો અંતર્ગત આજે નવા વિચાર સાથે પ્રસ્તુત છું :-

                        ༺ લાગણી ༻



  ✍️લેખક : ગૌતમ દવે(શિક્ષક)
                   લાગણી એક એવો ભાવ છે જે હમેશાં વ્યક્તિને હકારાત્મક જીવન જીવવા પ્રેરે છે... લાગણીશીલ વ્યક્તિ હમેશાં પોતાના કુટુંબ,  મિત્રો, સમાજ સાથે જોડાયેલો રહે છે ને દરેક સંબંધને બહુ પરિપક્વતા થી નિભાવે છે... પોતાના મા-બાપ પ્રત્યેની લાગણી બાળકોને અભ્યાસ પ્રત્યે હકારાત્મક બનાવી અભ્યાસમાં અગ્રેસર બનવામાં મદદ કરે છે... લાગણીશીલ યુવાન હંમેશા પોતાના મા બાપ ને મદદરૂપ થવાનું વિચાર છે અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા હેતુ વ્યવસાય મેળવવા જાગૃત બને છે...  મા-બાપ અને કુટુંબ પ્રત્યેની લાગણી એક એવો ભાવ છે કે યુવાનીમાં વ્યક્તિને અવળા માર્ગે જતો અટકાવે છે...  લાગણીશીલ વ્યક્તિ એક પરિપક્વ સંબંધ અથવા પ્રેમ પ્રસ્થાપિત કરી શકે છે અને લાંબા સમય સુધી આ સંબંધ ટકાવી શકે છે... લાગણીશીલ પુરૂષ પોતાના માબાપ , પોતાની પત્ની અને બાળકોનો યોગ્ય ખ્યાલ રાખે છે અને પોતાની જવાબદારીઓ પ્રત્યે ગંભીર હોય છે અને તે દરેક જવાબદારીનું યોગ્ય રીતે નિર્વહન કરે છે...  લાગણીશીલ સ્ત્રી પોતાના પતિ ની જવાબદારીઓમાં ખભે ખભો મિલાવીને ઘર સંસાર વ્યવસ્થિત ચલાવે છે ને એના સાસરિયા અને પિયર બન્ને નું નામ રોશન કરે છે... લાગણીશીલ માબાપ ક્યારેય પોતાના બાળકોને ઓછું નથી આવવા દેતાં અને એમની જવાબદારીઓમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે...  કુટુંબમાં અને સમાજમાં પોતાનું એક અલગ વ્યક્તિત્વ ઉભું કરે છે... આમ લાગણી વ્યક્તિને positive રાખે છે...
            ઘણીવાર લાગણી વ્યક્તિને કમજોર પણ બનાવે છે જેમ કે કોઈ વ્યક્તિ પ્રત્યે તમને લાગણી હોય તે સારી બાબત છે પરંતુ સામેનું પાત્ર યોગ્ય ના હોય યા એમને તમે ના ગમતા હોવ તો એ વ્યક્તિ તમારી લાગણીને મજાક બનાવી દે છે ને જ્યારે તમને એ બાબતે જાણ થાય તો તમે અંદરથી તૂટતા હોવ છો ને નાસીપાસ થાવ છો એટલે લાગણી જરૂરી છે પણ વધુ પડતી લાગણી ક્યારેક પોતાના માટે પીડાદાયક બની જાય છે એટલે વ્યક્તિ પારખીને જ લાગણી દર્શાવી જોઈએ... છેલ્લે એટલું જ કે લાગણીશીલ બની હકારાત્મક અભિગમ સાથે જીવન જીવો... All the best...
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
    


 

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ