લોક-પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ સાથે ત્વરીત ઉકેલ માટે મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે અપાયું ઉપયોગી માર્ગદર્શન

લોક-પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ સાથે ત્વરીત ઉકેલ માટે મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે અપાયું ઉપયોગી માર્ગદર્શન 

🔶જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષપદે આયોજન ભવન ભરૂચ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક


✍️ મનિષ કંસારા

ભરૂચઃ ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ આજે ભરૂચના આયોજન ભવન ખાતે જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ અને જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ સનદી અધિકારીઓ સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ સાથે યોજેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, વગેરેની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના તાકીદે ઉકેલ માંગી લેતા મહત્વના વિવિધ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવાની સાથે કેટલાંક પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચના આપવાની સાથે જે તે પ્રશ્નોના સુચારા ઉકેલ માટે ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. 

જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા, નિવાસી અધિક કલેક્ટર જે. ડી. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતા, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓએ ઉક્ત બેઠકમાં રજૂ થયેલાં જિલ્લાના પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણામાં ભાગ લીધો હતો. 

બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલાં વિવિધ પ્રશ્નોમાં કડોદરાની જમીન સંપાદનના વળતર અંગે, સરકારી જમીનમાં રહેણાંકના હેતુના વપરાશ અંગેનો પ્રશ્ન, જમીન મૂલ્યાંકન, વિજળી અંગેનો પ્રશ્ન, જમીન લેન્ડ કમિટિમાં લઈને આદીવાસીઓને પ્લોટ આપવા બાબત, નવેઠા સ્ટેટ હાઈવે, ભરૂચ દહેજ રોડનું નવું જમીન સંપાદન બાબત, લેન્ડલુઝર્સને કાયમી કરવા અંગે, ખેતીના પાકને નુકશાન અંગે, પી.એમ.જે.એ.વાય.ના સોફ્ટેવેરના પોર્ટલમાં ટેકનીકલ ખામીને સુધારો કરવા બાબત, વિજ વાયરથી થયેલ નુકશાની અંગે, ભરૂચ-વાગરા તાલુકાના રોડોનું પેચીંગ કરાવવા, પાણી પુરવઠાની કામગીરી બાબતે, નહેર વિભાગની કામગીરી અંગે, એસ.ટી.ના પ્રશ્નો, આવાસ યોજના અંગે ભરૂચ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારોને સહાય ચૂકવણી અંગે ભરૂચ-શહેર અને આજુબાજુના વિસ્તારમાં મુખ્ય રોડ પર લારીઓ દ્વારા હંગામી દબાણથી ટ્રાફિક સમસ્યા અંગે, જિલ્લામાં રેશનકાર્ડ ધારકો એન.એફ.એસ. યોજનાથી વંચિત અંગેનો પ્રશ્ન, આશા વર્કરોને અન્યાય થવાનો પ્રશ્ન, ભાડભૂત રીવરફ્રન્ટની કામગીરી અંતર્ગત થઈ રહેલી કામેગીરીને ગોલ્ડન બ્રીજ સુધી લંબાવવાનો પ્રશ્ન, ઝાડેશ્વર-તવરા-શુકલતીર્થ મુખ્ય રોડ પર, ધાર્મિક લાગણી દુભાય તેવા ખાણી-પીણીની લારીઓ દ્વારા હંગામી દબાણો દુર કરવા અંગે, જંબુસર-આમોદ તાલુકાના રસ્તાના કામો સમયસર થયા નથી તે અંગે, ટંકારી-ડોલીયાના ગામોએ આવેલા મીઠાના અગરોના માલિકોના સરકારી જમીનના દબાણ અંગે, માર્ગ અને મકાન વિભાગ જંબુસર ખાતેની કચેરી ચાલુ કરવા અંગે, જંબુસર ખાતે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્લિટલના નવા મકાનનું કામ તાકિદે પૂર્ણ થાય તે અંગે, નર્મદા કેનાલના પ્રશ્નો, એસ.ટી.ના પ્રશ્નો, રાજપીપળા-અંક્લેશ્વરને જોડતા રસ્તાને પહોળો કરવા તથા ભાવપુરા ગામ અને સુથારપુરા ગામની વચ્ચે આવેલ નાળા અને મોટું નાળુ બનાવવા, ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં આઉટસોર્સીંગના કર્મચારીઓ અંગે, નર્મદા નહેર આધારિત જંબુસર શહેરના પીવાના પાણીના સમસ્યાના નિવારણ અંગે જેવા પ્રશ્નોનું મંત્રી દ્વારા ઝીંણવટભરી સમીક્ષ કરવામાં આવી હતી અને ઝડપથી ઉકેલ લાવવાની દિશામાં વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ પણ આપવામાં આવી હતી.    

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"