છેલ્લા દોઢ વર્ષથી અંક્લેશ્વર શહેર પો.સ્ટે.ના ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ
છેલ્લા દોઢ વર્ષથી અંક્લેશ્વર શહેર પો.સ્ટે.ના ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ
✍️ મનિષ કંસારા
ભરૂચ: પોલીસ મહાનિરિક્ષકશ્રી એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા સારૂ પો.સ.ઇ.શ્રી બી. ડી. વાઘેલા નાઓ નાં માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ ની ટીમ ના માણસો ભરૂચ શહેર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં, દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે અંક્લેશ્વર શહેર પો.સ્ટે. પાર્ટ-C FIR No. 11199004200833/2020 પ્રોહિ. એક્ટ કલમ ૬૫ એ ઈ, ૯૮(૨), ૮૧ મુજબનાં ગુન્હામાં પોલીસ ધરપકડથી નાસતા-ફરતા આરોપી મહેન્દ્રસિંહ નટવરસિંહ પઢીયાર રહે.સંભોઈ, મહાદેવ ફળીયું, તા.કરજણ જી.વડોદરા નાને આજે તા.૧૮/૧૨/૨૦૨૧ નારોજ સંતોષી વસાહત ભરૂચ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર "બી" ડિવિઝન પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ ના અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઈ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
#gujaratnivacha
Comments
Post a Comment