ઝઘડિયા તાલુકાના શિયાલી ગામના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું બિરુદ મળ્યું

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું બિરુદ મળ્યું

✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ 

રાજપારડી: ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના શિયાલી ગામે રહેતા દીપકભાઈ ગિરીશભાઈ પટેલ ખેતી સાથે પશુપાલનનો પણ ખુબ  સારો વ્યવસાય કરે છે. દીપકભાઈ પાસે દેશી ગાયો તથા ભેંસોનો તબેલો છે. ગુજરાત રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત સુશાસન સપ્તાહ નિમિત્તે નાયબ પશુપાલન નિયામક દ્વારા ધનિષ્ઠ પશુ સુધારણા યોજના ભરૂચ અંતર્ગત તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાનના અપાયા. જેમાં  તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલકને  સન્માનિત  કરવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના શિયાલી ગામના દીપકભાઈ ગિરીશભાઇ પટેલે પોતાના પશુપાલન ક્ષેત્રે આગવી કોઠાસૂઝ થી ઉચ્ચ  કક્ષાની સિધ્ધિ મેળવીને  ધ્યાનાકર્ષક કામગીરી કરી હતી, તથા અન્ય પશુપાલકોને પણ તેઓએ માર્ગદર્શન  આપ્યુ છે, તે બદલ દિપકભાઈ પટેલને ઝઘડિયા તાલુકા કક્ષાનું પ્રથમ સ્થાનનું શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું પ્રમાણપત્ર વર્ષ ૨૦૨૧-૨૨ ભરુચ મુકામે સાંસદ મનસુખભાાઈ વસાવાના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ