ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે મનકી બાત કાર્યક્રમ અંતર્ગત ભાજપા કાર્યકરોની બેઠક યોજાઇ

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે મનકી બાત કાર્યક્રમ અંતર્ગત ભાજપા કાર્યકરોની બેઠક યોજાઇ


 ✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ 

રાજપારડી: ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે એપીએમસી ખાતે આજરોજ પ્રધાનમંત્રીના મનકી બાત કાર્યક્રમ અંતર્ગત ઝઘડીયા ભાજપાના કાર્યકરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આયોજિત કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા અગ્રણીઓ જનકભાઈ તેમજ ધર્મેન્દ્રસિંહ, તાલુકા ભાજપા પ્રમુખ અતુલ પટેલ, મહામંત્રીઓ ભુપેન્દ્રસિંહ રાઠોડ તેમજ કેતવભાાઈ, તાલુકા પ્રમુખ રીનાબેન વસાવા, તાલુકા ભાજપા અગ્રણીઓ રશ્મિકાંત પંડ્યા, રવજી વસાવા, રશ્મિબેન વસાવા, મહેન્દ્રસિંહ વાસદીયા, દિપક પટેલ, અશોક પટેલ, યુવા કાર્યકરો રાકેશ ચૌહાણ, હિરલ પટેલ, ધ્રુપલ પટેલ, વિક્રમસિંહ રાજ, દિનેશ વસાવા તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 
  ઉપસ્થિત કાર્યકરોએ પ્રધાનમંત્રીનો મનકી બાત કાર્યક્રમ નિહાળ્યો. સાંસદ મનસુખભાઈ વસાવાએ મનકી બાત કાર્યક્રમ અંતર્ગતના વિવિધ મુદ્દાઓ જેવાકે શિક્ષણ આરોગ્ય જેવી બાબતો વિષે સમજ આપી. ધર્મેન્દ્રસિંહ અને જનકભાઈ એ ગ્રામ્ય અને તાલુકા સ્તરે સંગઠન મજબુત બનાવવાની વાત પર ભાર મુક્યો, અને તાલુકા સંગઠનના તેમજ તાલુકા જિલ્લાના ચુંટાયેલા સભ્યો પૈકી કેટલા સભ્યો અને પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિતિ છે તેની નોંધ લીધી. સાંસદ મનસુખભાઈ વસાવાએ ગુજરાતનું શિક્ષણ કેમ નબળુ છે તેના મુદ્દે સવિસ્તાર માર્ગદર્શન આપ્યું તેમજ ઝઘડીયા તાલુકા સહિત ભરૂચ જિલ્લામાં ક્વોરી તેમજ અન્ય ઉધોગોમાં રોજગારી બાબતે  સ્થાનિક યુવાનોને કેમ તકો નથી મળતી, જેવા મુદ્દાઓની સવિસ્તાર છણાવટ કરીને તેને માટે સ્થાનિક યુવાનોએ જાતે સક્ષમ બનવાની વાત પર ભાર મુક્યો હતો. સાંસદે નર્મદા જિલ્લામાં યોજાઇ ગયેલ સરપંચ સંમેલનનો ઉલ્લેખ કરીને ઝઘડીયા તાલુકામાં પણ હાલની ચુટણીમાં જીતેલા સરપંચોનું સંમેલન રાજપીપલા બોલાવવા અનુરોધ કર્યો હતો. ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યાએ પણ ઝઘડીયા વિધાનસભા વિસ્તારમાં કાર્યકરોનું સંગઠન મજબુત બનાવવા પર ભાર મુક્યો હતો.  
  કાર્યકરોએ બે મિનિટનું મૌન પાળીને હાલમાં સર્જાયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલ શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી. 
  અત્રે ઉપસ્થિત કાર્યકરો અને પદાધિકારીઓએ મનકી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા રજુ કરાયેલ વિવિધ મુદ્દાઓ જેવાકે આત્મનિર્ભર ભારત, સ્વચ્છ અને સ્વસ્થ ભારત, શિક્ષણ અને સંસ્કૃતિ, પ્રગતિ માટે બધા સંશોધનોનો યોગ્ય ઉપયોગ વિ.બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને આપેલ શીખ અને માર્ગદર્શનને શાંતિપૂર્વક નિહાળ્યુ. હાલમાં બંધ પડેલ અંક્લેશ્વર રાજપીપલા રેલવે તેમજ અંક્લેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવેને જોડતા અંક્લેશ્વર રાજપીપલા ધોરીમાર્ગની બંધ પડેલ કામગીરી બાબતે સાંસદને રજુઆત કરાતા તેમણે આ બાબતે સંતોષકારક જવાબ આપી તે અંગે ઘટતુ કરવાની ખાતરી આપી હતી. 
  કાર્યક્રમમાં પધારેલા વડોદરા જિલ્લા ભાજપાના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોનું આ પ્રસંગે ફુલહારથી અભિવાદન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમને અંતે તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત કાર્યકરો અને હોદ્દેદારોનો આભાર માન્યો હતો. 
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"