વિશ્ર્વભરમાં વસતાં લેઉવા - કડવા પાટીદારો માટે રાજકોટ હેમુ ગઢવી હૉલ ખાતે ફ્રી યોગ્ય જીવનસાથી પસંદગી મેળો

વિશ્ર્વભરમાં વસતાં લેઉવા - કડવા પાટીદારો માટે
રાજકોટ હેમુ ગઢવી હૉલ ખાતે
ફ્રી યોગ્ય જીવનસાથી પસંદગી મેળો

 ✍️ મનિષ કંસારા

  સમસ્ત પાટીદાર સમાજનાં પ્રમુખ શ્રી મુકેશભાઈ મેરજા, શ્રી ગીતાબેન પટેલ, શ્રીમતી વિભાબેન મેરજા, શ્રી નાથાભાઈ કાલરીયા, અને સભ્ય પરીવારો દ્વારા ભારતભરમાં ફક્ત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા છેલ્લાં પંદર વર્ષથી વિશ્ર્વભરમાં વસતાં લેઉવા પટેલ અને કડવા પટેલનાં લગ્ન ઇચ્છુક યુવક અને યુવતીઓ માટે પરંપરાગત પદ્ધતિ મુજબ નવા કોન્સેપ્ટ સાથે તદ્દન ફ્રી મેરેજ બ્યુરો યોગ્ય જીવનસાથીની પસંદગી માટે ચાલે છે. 

  જે અંતર્ગત રાજકોટનાં હેમુ ગઢવી હોલ ખાતે જાન્યુઆરી 2022 માં તદ્દન નિ:શુલ્ક જીવન સાથી પસંદગી મેળો યોજાશે.

 

  પાટીદાર સમાજનાં અગ્રણીઓમાં મણીભાઈ મમ્મી, દિલીપભાઈ નેતાજી, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, લાલજીભાઈ પટેલ, ગોવિંદભાઈ ધોડકિયા, લવજીભાઈ બાદશાહ, નરેશભાઈ પટેલ, હસરાજભાઈ ગજેરા, બાબુભાઈ ઘોડાસરા, જેરામભાઈ વાંસજાડીયા, ગગજીભાઈ સુતરિયા, ડો. ડાહ્યાભાઈ ઉકાણી, મૌલેશભાઈ ઉકાણી, વલ્લભભાઈ કટારીયા, પુરષોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા, મોહનભાઈ કુંડારીયા, ભૂપેન્દ્રભાઈ પટેલ, રાવજીભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, જયેશભાઈ રાદડીયા,  વિઠ્ઠલભાઈ ધડુક, રમેશભાઈ ધડુક, કમલભાઈ સોજીત્રા, બીપીનભાઈ હડવાણી, જગદીશભાઈ કોટડીયા, શિવલાલ આદ્રોજા,  સ્મિતભાઈ કનેરીયા, મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ વડારીયા, ધરમશી સીતાપરા, શૈલેષભાઈ ગોવાણી, દિલીપભાઈ ધરસંડીયા, ધિરુભાઈ દઢાણીયા, ગોવિંદભાઈ વરમોરા, પુનિતભાઈ ચોવટીયા, ત્રંબકભાઈ ફેફર, જેરામભાઈ કુંડારીયા, કાંતીભાઈ મકડીયા, રાજનભાઈ વડારીયા, અરવિંદભાઈ પાણ, મનસુખભાઈ સાવલીયા, ડો. જીજ્ઞેશ મેવા, મહેશભાઈ સાવલીયા, જશુભાઈ ઠોરીયા, જમનભાઈ ભલાણી, બ્રીજેશભાઈ મેરજા, ગોવિંદભાઈ પટેલ, તેમજ પાટીદાર સમાજનાં ઉદ્યોગપતિઓ, તથા દાતાઓ, સમાજસેવકો, અને લેઉવા-કડવા પાટીદાર સમાજની સંસ્થાઓના સુત્રધારો ઉપસ્થિત રહેશે. 

  પાટીદારોની સંસ્થા માનવ કલ્યાણ મંડળ-ગુજરાત નાં આર્થિક સહયોગથી અને સમસ્ત પટેલ સમાજ-સુરત, પટેલ સમાજ-યુકે, લેઉવા પટેલ વેવિશાળ પરીચય કેન્દ્ર, ઉમિયા મેરેજ બ્યુરો, પાટીદાર સમાજ - એમ.પી., સરદારધામ-અમદાવાદ, ઉમા-ખોડલ પરીવાર ટ્રસ્ટ, લવ-કુશ ગ્રુપ, જેવી અનેક સંસ્થાઓને સાથે રાખી આ સેવા કરવામાં આવનાર છે.  

  આ વિચારધારાનાં પ્રણેતા શ્રી મુકેશભાઈ મેરજા, શ્રીમતી ગીતાબેન પટેલ અને શ્રીમતી વિભાબેન મેરજાને વિશ્ર્વ કેન્દ્ર, સરદારધામ, અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા “પાટીદાર રત્ન એવોર્ડ” આપવામાં આવેલ છે. આ ત્રણે પાટીદારોએ પોતાને મળેલ એવોર્ડ સમસ્ત પાટીદાર સમાજની ટીમને આપી જણાવેલ કે આ અમારું નહીંં પણ અમારી ટીમવર્કનું પરીણામ છે. જેથી આ સન્માનનો ખરેખર હક્ક અમારા 4850 સ્વયંસેવકોનો છે.  

   સમસ્ત પાટીદાર સમાજનાં પ્રમુખ મુકેશભાઈ મેરજાએ જણાવેલ કે આ મેરેજ બ્યુરો માં દિકરા અને દિકરીઓનાં બાયોડેટા ગુપ્ત રાખવામાં આવે છે. બાયોડેટાના લાયકાત મુજબનાં ગ્રુપો બનાવી ડેટા રાખવામાં આવે છે. જે બાયોડેટા પ્રથમ દિકરીને બતાવવામાં આવે છે. તેની સંમતિ બાદ દિકરાની સંમતિ સંસ્થા મેળવે છે. બંને પક્ષે સંમતિ બાદ મીટીંગ કરાવવામાં આવે છે અને સમયાંતરે આવા ભવ્ય મેળાવડા નું આયોજન કરવામાં આવે છે. જેથી સમાજનાં તમામ યુવક-યુવકોને પોતાને યોગ્ય જીવન-સાથી મળે તે માટે રજીસ્ટ્રેશન કરાવા સંસ્થાનાં શ્રી ગીતાબેન પટેલ, શ્રીમતી વિભાબેન પટેલ દ્વારા વિશ્ર્વભરનાં પાટીદારોને જણાવવામાં આવેલ. આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં સંસ્થાની બહેનો અને ભાઈઓ સતત સેવા આપી રહ્યા છે.   

  આ ફ્રી મેરેજ બ્યુરોમાં રજી. માટે ઓનલાઇન સંસ્થાની વેબ સાઇટ www.samastpatidarsamaj.org પર મોબાઈલ માંથી વેબ ખોલી તેમાં  મેરેજ બ્યૂરો ટેબમાં રજીસ્ટર કરવાનું રહેશે. ત્યાર બાદ બધા બાયોડેટા જોવા મળશે તેમાંથી ગમતા પાત્રોને રીક્વેસ્ટ મોકલી આપવાની રહેશે, રીક્વેસ્ટ ક્રોસમેચ થાય તેઓને સંસ્થા કોલ કરશે. સમાજની એકતા માટે અને આત્મીયતા વધે તેવા શુદ્ધ હેતુસર માં “ઉમા-ખોડલ” નાં અસીમ આશિર્વાદથી વિશ્ર્વભરમાં સર્વ પ્રથમ આ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા બંને સમાજ માટે એકજ સ્ટેજ પર આ કાર્ય કરવાની શરુઆત કરવામાં આવેલ છે. જેનો ખુબજ સારો પ્રતિસાદ મળેલ છે અને ઘણાં યુગલોનાં વેવિશાળ થયા છે.

  

  સંસ્થાની સલાહકાર સમિતિનાં જણાવ્યાં પ્રમાણે આ લેઉવા અને કડવા પટેલ જ્યારે એક બને ત્યારે દિકરા-દિકરીઓ ને પસંદગી માટેની તક ડબલ થઈ જતાં તેમને યોગ્ય જીવનસાથી મળી શકશે. જેથી આ કાર્યમાં સમાજનાં લોકો જોડાઇ તેમ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા જણાવવામાં આવેલ છે.

  

   તમામ સમાજની દીકરીઓ માટે ફ્રી વેબસાઇટ રજીસ્ટ્રેશન થશે. આ ફી પાટીદાર સમાજ ભરશે જેથી તમામ દીકરીઓને રજી. કરવા ગીતાબેન પટેલ દ્વારા જણાવવામાં આવે છે.   


  આ સેવામાં/કારોબારીમાં જોડાવા માંગતા કે આર્થિક સહયોગ આપવા માંગતા ભાઈઓ/બહેનો સંપર્ક કરે. ઓફીસ: સમસ્ત પાટીદાર સમાજ, ૩-ગંગા જમૂના સરસ્વતી ટાવર, એકતા પ્રકાશન પાસે, યુનિ. રોડ, રાજકોટ, ફોન નં.: ૦૨૮૧ ૨૫૭૧૦૩૦


 “સંસ્થાની સલાહકાર સમિતી”:- મૌલેશભાઈ ઉકાણી, ગોવિંદભાઈ વરમોરા, ચંદુભાઈ વિરાણી,  બાલાજી વેફર્સ, વલ્લભભાઈ કટારીયા, કટારીયા ગ્રુપ, રમેશભાઈ ધડુક, નાથાભાઈ કાલરીયા, સન ફોર્જ, બાબુભાઈ ઘોડાસરા, વિઠ્ઠલભાઈ ધડુક, જગદીશભાઈ કોટડીયા, ગુણવંતભાઈ ભાદાણી, શિવલાલ આદ્રોજા, મુળજીભાઈ ભીમાણી , સ્મિતભાઈ કનેરીયા, કિશોરભાઈ ભાલાળા, મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ વડારીયા, ધરમશી સીતાપરા, ત્રાંબકભાઈ ફેફર,  શૈલેષભાઈ ગોવાણી, ડો. વી. એન. પટેલ, ભુપતભાઈ ભાણવડીયા અને અરવિંદભાઈ વડારીયા.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ