નદી ઉત્સવની ઉજવણી અંતર્ગત ભરૂચના નિલકંઠ નર્સરી ખાતે “નેચરવોક” “પાકૃતિક શિબિર” અને “વૃક્ષારોપણ” નો કાર્યક્રમ યોજાયો

નદી ઉત્સવની ઉજવણી અંતર્ગત ભરૂચના નિલકંઠ નર્સરી ખાતે “નેચરવોક”
“પાકૃતિક શિબિર” અને “વૃક્ષારોપણ” નો કાર્યક્રમ યોજાયો

પ્રકૃતિ માણો - શીખો  અને બીજાને પણ શીખવાડીયે નો સંદેશ અપાયો


નીલકંઠ નર્સરીથી મનન આશ્રમ સુધી નર્મદા નદીના કિનારે અલગ અલગ પ્રકારના રોપાઓનું કરાયેલું વૃક્ષારોપણ


✍️ મનિષ કંસારા

ભરૂચઃ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નદી ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને ભરૂચના નિલકંઠ નર્સરી ખાતે “નેચરવોક” “પાકૃતિક શિબિર” અને “વૃક્ષારોપણ”નો કાર્યક્રમ યોજાયો હતો. વન વિભાગ અને એન.જી.ઓના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈ, પ્રાંત અધિકારી એન. આર. પ્રજાપતિ, સિંચાઇ વિભાગના અધિક્ષક ઇજનેર આર. જી. ધનકર, નાયબ કલેકટર પ્રિતેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. 

આ પ્રસંગે નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈએ  નદી ઉત્સવ અંતર્ગત નેચરવોક (પ્રકૃતિ અને ઇકોલોજી) નું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહયું કે લોકો પ્રકૃતિ પ્રત્યે જાગૃત બને, પ્રકૃતિમાં માત્ર ઝાડ નથી આવતા પ્રકૃતિમાં નાના કીટકથી માંડીને પતંગીયા, પક્ષી પશુ દરેકનું પ્રકૃતિમાં સમાવેશ થાય છે પ્રકૃતિ મનુષ્યના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે અને તેમાં જાગૃતિ આવે તે માટે નેચરવોક રાખેલ છે. આ તબક્કે તેમણે ભરૂચ જિલ્લાની વિવિધતાની આછેરી માહિતી આપી પ્રકૃતિને માણો- શીખો અને બીજાને પણ શીખવાડીએ તેવો સંદેશ તેમણે આપ્યો હતો. અન્ય મહાનુભાવો ધ્વારા પણ પ્રકૃતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પડાયું હતું. 

  આ અવસરે નીલકંઠ નર્સરીથી મનન આશ્રમ સુધી નર્મદા નદીના કિનારે અલગ અલગ પ્રકારના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

 આ પ્રસંગે સિંચાઇ વિભાગના અધિકારીગણ, રોટરી ક્લબ, વિવિધ એન.જી.ઓના સ્વયંસેવકો, એન.એન.સી કેડેટ્સ, વન વિભાગના અધિકારીગણ અને પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ