કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
#gujaratnivacha
✍️ નરેન્દ્રભાઈ દવે
જુનાગઢ: જુનાગઢ કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયે ડો. સર્વપલ્લી રાધાકૃશનનની જન્મ જયંતીની ઉજવણીનાં ભાગરૂપે તા.૦૬/૦૯/૨૦૨૧ ને સોમવારનાં રોજ "શિક્ષક દિન" અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. પ્રથમ કાર્યક્રમ સવારનાં સત્ર દરમિયાન રાખવામાં આવેલ. જેમાં ત્રીજા, પાંચમાં અને સાતમાં સેમેસ્ટરના કુલ ૧૮ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. આ કાર્યક્રમ અંતર્ગત ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું . જેનું આ મહાવિધાલયના પ્રાધ્યાપકો દ્વારા મૂલ્યાંકન કરી વિદ્યાર્થીઓને વર્ગાનુસાર પ્રથમ અને દ્વિતીય નંબર આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમ દરમિયાન કૃષિ ઈજનેરી મહાવિદ્યાલય નાં આર્ચાય અને ડીનશ્રી ડો. એન. કે. ગોંટીયા, સંશોધન નિયામકશ્રી ડો. પી. એમ. ચૌહાણ તથા નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ ડો. વી. આર. માલમ દ્વારા તમામ વર્ગોની મુલાકાત લેવામાં આવી તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
બપોરબાદ નાં સત્રમાં આચાર્ય અને ડીન, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જુ.કૃ.યુ. ડો. એન. કે. ગોંટીયાના અધ્યક્ષ સ્થાને "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "અમૃત મહોત્સવ કે યુવા સંકલ્પ-શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ" નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય નાં કુલ ૧૨૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં કોલેજના તમામ વિભાગનાં વિભાગીય વડાશ્રીઓ ડો. એચ.ડી.રાંક, ડો. કે. બી. ઝાલા, ડો. આર. એમ. સતાસીયા અને ડો. એમ. એન. ડાભી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યશ્રી ડો. એન. કે. ગોંટીયાએ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ વિષય ઉપર વાત કરી અને પાંચેય પ્રકલ્પની ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. ત્યારબાદ ડો. પી. પી. ગજ્જર, પ્રોગ્રામ ઓફિસર, રાષ્ટ્રીય સેવા યોજનાએ પ્રથમ પ્રકલ્પ "કોવિડ-૧૯ તથા જનજાગૃતિ" ઉપર, ડો. એચ. ડી. રાંક, પ્રાધ્યાપક અને વડાશ્રી, જમીન અને જળ સરંક્ષણ વિભાગે "પર્યાવરણ સંરક્ષણ, જળ સંચય અને વૃક્ષારોપણ" નાં વિષય ઉપર, ડો. જે. એમ. મોઢવાડિયાએ "પ્રાકૃતિક ખેતી" ઉપર, પ્રો. એસ. કે. માંડવીયાએ "નશામુક્તિ, દહેજ પ્રથા તથા ભુણ હત્યા ઉમૂલન" ઉપર તથા ડો. એસ. પી. ચોલેરાએ "ફીટ ઇન્ડિયા" વિષય ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.
અંતમાં વિદ્યાર્થીઓમાં ઈનામ વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ વિવિધ કાર્યક્રમોનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજના તેમજ જીમખાના, કૃ.ઈ.ટે.કો.ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રો. એસ. કે. માંડવીયા, ડો. પી. પી. ગજ્જર, ડો. એસ. પી. ચોલેરા, પ્રો. બી. એમ. દેવાણી અને શ્રી એમ. એચ. દવેએ કર્યું હતું. તેમજ સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે ડો. ટી. ડી. મહેતા, ડો. વી. કે. ચાંદેગરા, ડો. એચ. વી. પરમાર, ડો. આર. જે. પટેલ, પ્રો. ગી. ડી. ગોહિલ અને પ્રો. બી. એમ. દેવાણીએ તેમની ઉત્કૃષ્ટ સેવા આપેલ હતી.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment