અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ દાલમીયા કેમિકલ કંપનીમાં થયેલ ચોરીનાં ગુન્હાના આરોપીઓ તથા ચોરી થયેલ મુદ્દામાલ પૈકી કેટલોક મુદ્દામાલ કબ્જે કરતી અંક્લેશ્વર રૂરલ પોલીસ

અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ દાલમીયા કેમિકલ કંપનીમાં થયેલ ચોરીનાં ગુન્હાના 
આરોપીઓ તથા ચોરી થયેલ મુદ્દામાલ પૈકી કેટલોક મુદ્દામાલ કબ્જે કરતી અંક્લેશ્વર
 રૂરલ પોલીસ

✍️ મનિષ કંસારા

ભરૂચ: શ્રી એમ.એસ. ભરાડા I/C પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ, વડોદરા તથા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ તથા શ્રી ચિરાગ દેસાઈ નાયબ પોલીસ અધિક્ષકશ્રી અંક્લેશ્વર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ

  વિગત:- અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.ગુ.ર.નં.પાર્ટ-એ ૧૧૧૯૯૦૦૬૨૧૧૧૮૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૪૭,૧૧૪ મુજબનો ગુનો તા.૦૧/૦૯/૨૦૨૧ કલાક ૨૧/૩૦ વાગે દાખલ થયેલ છે જે ગુનાનાં કામે સી.સી.ટી.વી. કેમેરામાં દેખાતાં બે અજાણ્યાં ચોર ઈસમો કંપનીનો પાછળનો ગેટ કુદી કંપનીનાં ખુલ્લા સ્ટોર એરીયામાંથી એસ.એસ.ની ચીજવસ્તુ કિંમત રૂપિયા ૧,૩૫,૮૪૦/- ની એકબીજાની મદદગારીથી ચોરી કરી લઈ ગયેલ જે ગુનાનાં કામે સી.સી.ટી.વી. ફુટેજ આધારે આરોપીઓની ઓળખ કરી બંને આરોપીઓને તા.૦૪/૦૯/૨૦૨૧ કલાક:૧૭/૩૦ વાગે હસ્તગત કરી કોવિડ-૧૯ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવતાં કલાક ૧૯/૩૦ વાગે ધરપકડ કરી બંને આરોપીઓ પાસેથી રૂ.૫૭,૫૫૦/- નો મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 


ધરપકડ કરેલ આરોપીઓ:- (૧) દિપક ઉર્ફે વિક્કી પંકજસિંઘ રાજપુત હાલ રહે.પ્રદિપ મેટીની ભંગારની દુકાન ઉપર, ખરોડ, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ મુળ રહે.ટોલવા અન્તદનપુર, પો.અન્તદનપુર, તા.સદર, જી.હરદોઈ (યુ.પી)નો હોવાનું જણાવે છે (૨) પ્રદીપકુમાર ઉર્ફે અન્ના રામનિવાસ પટેલ હાલ રહે.અસલમભાઈના રૂમમાં, કબ્રસ્તાનની નજીક , સંજાલી, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ મુળ રહે.પટોદ, હનુમાન મંદિરની બાજુમાં, થાના-કાંકેર, તા.જી.કાંકેર (છત્તીસગઢ)


 કબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) એસ.એસ.બોલ વાલ્વ ૩ ઇંચ નંગ-૦૫ કિં.રૂ.૪૬,૨૫૦/- (૨) એસ.એસ. બોલ વાલ્વ ૨ ઇંચ નંગ-૨ કિં.રૂ.૭,૮૦૦/- (૩) એસ.એસ.ફ્લેંચ નંગ-૧૦ કિ.રૂ.૩૫૦૦/- મળી

 કુલ કિં.રૂ.૫૭,૫૫૦/-


 ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનાં નામ:- પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.એસ. વસાવા તથા ASI વિનોદભાઈ જગદીશભાઈ બ.નં.૧૦૩૩ તથા અ.હે.કો. શૈલેષભાઈ જેઠાભાઈ બ.નં.૧૫૯૦ તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બ.નં.૧૦૬૯ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

#gujaratnivacha

gujaratnivaacha@gmail.com

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ