દેશના માન.વડાપ્રધાન શ્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિને શ્રી સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા
શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી સેક્રેટ્રરી શ્રી પ્રવિણભાઇ લહેરી દ્વારા માર્કંડેય પૂજા,અષ્ટાધ્યાયી રૂદ્રાભિષેક પૂજન કરવામાં આવેલ. તેઓના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા આયુષ્યમંત્ર જાપ, તથા રાષ્ટ્સુક્ત મંત્ર પઠન કરવામાં આવેલ.માન.ટ્રસ્ટી સેક્રેટરી શ્રી તથા સર્વે ટ્રસ્ટીશ્રી ઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી માન. અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઇને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી સોમનાથ મંદિર ખાતે આવેલ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવેલ હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી સેક્રેટ્રરી શ્રી પ્રવિણભાઇ લહેરી સાહેબ દ્વારા ઝંડી આપ્યા બાદ સ્વ્ચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ, જેમાં વિવિધ સંસ્થાના આશરે 60 લોકોએ સોમનાથ દરીયા કિનારે આવેલ સરસ્વતી મંદિર થી ત્રિવેણી સંગમ બંધારા સુધીનો આશરે 1 કિમી દરીયાઇ વિસ્તારની સફાઇ કરેલ હતી.
શ્રી સોમનાથ ટી.એફ સી ખાતે કલા પ્રતિષ્ઠાન સુરતના ખ્યાતનામ ચિત્રકારો દ્વારા માન. અધ્યક્ષ શ્રી ના જન્મદિને તેમના જીવનના મહત્વના ફોટોગ્રાફ પેન્સિલ સ્કેચ પ્રદર્શની શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી સેક્રેટ્રરી શ્રી પ્રવિણભાઇ લહેરીના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ ખુલ્લી મુકવામાં આવેલ.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે આજરોજ માનનીય રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માન.મંત્રીશ્રી નું સ્વાગત સન્માન કરવામાં આવેલ.
#gujaratnivacha
🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩



Comments
Post a Comment