સામાજીક વનીકરણ વિભાગ અને વિજય ભારતી સંસ્થા દ્વારા પ્રધાનમંત્રીનો જન્મદિન ઉજવાયો

સામાજીક વનીકરણ વિભાગ અને વિજય ભારતી સંસ્થા દ્વારા પ્રધાનમંત્રીનો જન્મદિન ઉજવાયો

 ✍️ગુલ‍ામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

રાજપારડી: ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે સારસા માતાનાં મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ ભરૂચ અને વિજય ભારતી સંસ્થા સારસા નાં સંયુકત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં ૧૨૦૦ જેટલા વૃક્ષો અને ફળાઉ ઝાડ વાવવામાં આવ્યાં હતાં, તેમજ ગરીબ લોકોને વિવિધ ફળોનાં  રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.  

  આ પ્રસંગે વિજય ભારતીના પ્રમુખ રતિલાલ રોહિતે સહુને વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઝઘડીયા નાં સદસ્ય રતિલાલ રોહિત, મહેશભાઈ વસાવા,સારસા મંદિરનાં પુજારી લાલાભાઈ સહિત અગ્રણીઓ તેમજ આજુબાજુનાં ગામનાં ભાઈઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવાં બદલ આયોજકોએ ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ