"બા"નુ ઘર વૃધ્ધાશ્રમમાં સેવાકાર્યો દ્વારા ઉજવણી કરતું માનવ કલ્યાણ મંડળ
"બા" નુ ઘર વૃધ્ધાશ્રમ, રાજકોટ, ખાતે વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસની અનોખી ઉજવણીનાં ભાગરૂપે તા 17.09.21નાં રોજ "માનવ કલ્યાણ મંડળ" દ્વારા હેલ્થ કેમ્પ કરી તમામને જરુરી દવાઓ આપવામા આવેલ આ સાથે "સમસ્ત પાટીદાર સમાજ" નાં પ્રમુખ મુકેશભાઈ મેરજાએ દરેક માતાઓને વસ્ત્રદાન, ભોજન, અને પાણીની બોટલ આપી સાથે આર્યુવેદીક હેલ્થ નિદાનકેમ્પ કરી જરૂરી દવાઓ ફ્રી આપવામાં આવી. રાજકોટ મહાનગર પાલિકાનાં સહયોગથી કોરોના વેક્સિન કેમ્પનું પણ આયોજન કરી તમામ બાકી રહી ગયેલ લોકોને વેક્સિન આપી આવાં સેવાકાર્યો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી મોદીનો જન્મદિવસ સાદગીપૂર્ણ ઉજવી તેમનાં દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાં કરવામાં આવી હતી.
આ સંસ્થા જન્મદિવસ ન મનાવી આવાં સેવાકીય કાર્યો કરે છે. સંસ્થા "બા" નું ઘર વૃધ્ધાશ્રમમાં કોઇપણ જરૂરીયાતમંદ મહિલાઓને તદ્દન ફ્રી માં રાખવામાં આવે છે. આપનાં ધ્યાનમાં આવી કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિ હોય તો અમોને જાણ કરવાં વિનંતી આ "બા" નું ઘર વૃધ્ધાશ્રમમાં રહેલાં, જમવા, કપડાં, સાબુ, શેમ્પુ તથા પ્રાથમિક તબીબી સારવાર, દવાઓ તદ્દન નિ:શુલ્ક આપવામાં આવે છે. એડમિશન, મદદ, દાન કે શ્રાદ્ધ નિમિત્તે ભોજન માટે સંપર્ક : મુકેશભાઈ મેરજા, પ્રમુખ, "બા" નું ઘર વૃધ્ધાશ્રમ, માનવ કલ્યાણ મંડળ-ગુજરાત, ૪-ગંગા જમુના સરસ્વતી ટાવર, ગોંધીયા હોસ્પિટલ પાછળ, એક્તા પ્રકાશન પાસે, યુનિ.રોડ, રાજકોટ.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment