મધર એન.જી.ઓ. વનિતા શિશુ વિહાર સંસ્થા દ્વારા એચ.આઇ.વી. પોઝીટીવ બહેનોથી કરાઈ સુપોષણ કાર્યક્રમની શુભ શરૂઆત
મધર એન.જી.ઓ. વનિતા શિશુ વિહાર સંસ્થા દ્વારા એચ.આઇ.વી. પોઝીટીવ બહેનોથી કરાઈ સુપોષણ કાર્યક્રમની શુભ શરૂઆત
બહેનો અને બાળકો માટે કામ કરતી બનાસકાંઠાની સર્વ શ્રેષ્ઠ સંસ્થા અને મધર એન.જી.ઓ. વનિતા શિશુ વિહાર સંસ્થા પાલનપુર દ્વારા બનાસ એન.પી પ્લસ સંસ્થા ની એચ.આઇ.વી પોઝીટીવ બહેનો સાથે ઉજવાયો "સુપોષણ કાર્યક્રમ"
✍️ઠાકોર દાસ ખત્રી પાલનપુર
પાલનપુર: આજ રોજ વનિતા શિશુ વિહાર સંસ્થા, પાલનપુર દ્વારા બનાસ એન.પી પ્લસ સંસ્થા સાથે જોડાયેલ અને વિહાન પ્રોજેક્ટ ની વિવિધ સેવા સાથે જોડાયેલ એચ.આઇ.વી. પોજીટીવ બહેનો સાથે ઉજવાયો અનોખી રીતે "સુપોષણ કાર્યક્રમ"
જેમાં આવેલ તમામ બહેનોને જીવનમાં ન્યુટ્રીશનનું મહત્વ અને જીવનમાં સાફ સફાઈ વિષે નિરંજનાબેન પટેલ, પ્રમુખ વનિતા શિશુ વિહાર દ્વારા સમજાવવામાં આવ્યું.
સુલોચનાબેન પટેલ મહિલા અને બાળ કલ્યાણ અધિકારી બનાસકાંઠા એ તમામ એચ. આઇ. વી પોઝીટીવ બહેનોને વિવિધ સરકારી યોજનાઓ અને મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતે માહિતી આપી.
નરેશભાઈ સોની પ્રમુખ બનાસ એન.પી. પ્લસ સંસ્થા દ્વારા પોઝીટીવ જિંદગી અને પોઝીટીવ વિચારો અને પોઝીટીવ લોકોનાં જીવન સ્વછતા, શિક્ષણ અને સ્વનિર્ભરતા વિષે માહિતી આપી.
કાર્યક્રમનાં અંત માં તમામ બહેનોને વનિતા શિશુ વિહાર સંસ્થા દ્વારા "સુપોષણ ની શુભ શરૂઆત" અનુંસંધાને રાશન કીટ વિતરણ કરવામાં આવી જેમાં ગોળ કિલો, તેલ કિલો, ચોખા કિલો, ખાંડ કિલો, મગ કિલો, મગની દાળ કિલો, ચણા દાળ કિલો, ચા અઢીસો ગ્રામ એમ એક કીટ અંદાજિત છસો પચાસ એમ કુલ તેર રાશન કીટ અંદાજિત આઠ હજાર ચારસો પચાસ ની રાશન કીટ વિતરણ કરવામાં આવી.
સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન પ્રવીણભાઈ પરમાર, પી.એમ વનિતા શિશુ વિહાર દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવાં કોડીનેશન દીપકભાઈ પટેલ, નવનીતભાઈ મકવાણા દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳



Comments
Post a Comment