આશરે 4.5 કિલો ચાંદીનું મોહરું અહલ્યા બાઈ મંદિરે અર્પણ કરાયું

આશરે 4.5 કિલો ચાંદીનું મોહરું અહલ્યા બાઈ મંદિરે અર્પણ કરાયું
 આશરે 4.5 કિલો ચાંદીનું મોહરું અહલ્યા બાઈ મંદિરે અર્પણ

  ✍️ નરેન્દ્રભાઈ દવે

  અમેરિકા નિવાસી શ્રી નરેન્દ્રભાઈ એ શ્રી અહલ્યા બાઈ મંદિર ના પૂજારીશ્રી મીથીલેશભાઈ દવે સાથે વાતચીત થતાં આશરે 4.5 કિલો ચાંદીનું મોહરું અહલ્યા બાઈ મંદિરે અર્પણ કરેલ છે, જનરલ મેનેજરશ્રી દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કરેલ તેમજ દાતા પરિવારનું સન્માન કરવામાં આવેલ હતું.


કિર્તન કળશ કાર્યક્રમ:-

દક્ષિણ ભારત લોહાણા મહિલા પરીષદ ની 80 જેટલી બહેનો એ ઝુમ એપના માધ્યમથી સોમનાથ ખાતે વર્ચુઅલ કિર્તન કળશ કાર્યક્રમ યોજેલ હતો, હરિ-હર ની ભૂમિ સોમનાથ માં ઓનલાઇન શિવ-કૃષ્ણ કિર્તન અને ભજન કરેલ હતા. આ કાર્યક્રમ સાંજે 4-30 થી 7-30 દરમ્યાન ચાલેલો હતો. સાથે જ સોમનાથ મહાદેવ ના લાઇવ દર્શન તેમજ સાયં આરતીનો લ્હાવો લીધેલ હતો. મહિલા મંડળ દ્વારા આ કાર્યક્રમની સહાયતા બદલ શ્રી સોમનાથ ટ્રસ્ટનો  હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. 

#gujaratnivacha


🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે કુલ ૦૬ ઈસમોને કિંમત રૂપિયા-૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ