10 સપ્ટેમ્બર - વિશ્વ આપઘાત નિવારણ દિવસ

10 સપ્ટેમ્બર - વિશ્વ આપઘાત નિવારણ દિવસ

 ✍️ ઠાકોરદાસ ખત્રી 

મિત્રો..કોઈ ને આપઘાત કરતા અટકાવી કોઈ પરિવાર માં પ્રકાશ ફેલાવા મદદ રૂપ બનીએ...,ચાલો સફળતાની શરૂઆત કરીએ...   

 ‘આત્મહત્યાને કહો ના’ ટેલીફોનીક હેલ્પ લાઇન જાહેર કરી 

કોઇને જીવવાનું કારણ બતાવી તેને જીવન માણવા તૈયાર કરીએ....

મિત્રો,  

આપણા સૌના જીવનમાં એક યા બીજા પ્રકારની નાની મોટી મુસીબતો તો આવતી જ હોય છે અને સુઝબુઝથી પ્રયત્ન કરતા તેનો ઉપાય પણ મળી જતો હોય છે જ પણ કેટલાક ગભરુ લોકો પોતાના અંગત પ્રશ્નો-મુશીબતોનો મક્કમતા સાથે મુકાબલો કરવાને બદલે-પોતાની તકલીફ માટે બીજાને વાત કરીને હળવા થવાને બદલે તેનાથી ગભરાઈને-હિંમત હારી જઈને કુદરતે બોનસમાં આપેલ આ અતિ કિંમતી અને  સુંદર  જિંદગીનો આત્મહત્યા કરીને  નાશ કરતા હોય છે અને વિના કારણે જ પોતાના નિર્દોષ માતા પિતા-પરિવારને કાયમ માટે મુસીબતોની ગર્તામાં ધકેલી દેતા હોય છે...

આજથી નવ માસ પહેલા આકેસણ રેલ્વે ફાટક પાસેની એક સોસાયટીમાં રહેતા એક યુવાન જેને આપણે અવિનાશ તરીકે ઓળખીશું, તેને અવારનવાર  ગૃહકલેશને લીધે એક રાત્રે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો તેથી પોતાની વ્યગ્રતા રજૂ કરવા માટે વિશાલે પોતાના ચાર  મિત્રોને ફોન કર્યા પણ કમનસીબે કોઈ અગમ્ય કારણોસર તેનો એકપણ મિત્ર તેની સાથે વાત કરી શક્યો નહિ તેથી મુંઝાઈ જઈ વિશાલે એજ રાત્રે આત્મહત્યા કરી લીધી....પોતાનું જીવન ટુંકાવી દીધું...

મિત્રો,આત્મહત્યા એ કોઈ પણ તકલીફનો કાયમી ઉપાય નથી.આત્મહત્યા કરનાર તો પોતાની જિંદગીનો નાશ કરીને ચાલ્યો જાય છે પણ તેને જન્મ આપનાર તેના ઘરડા માતા-પિતા અને તેના પરિવાર માટે તેમની  બાકીની જિંદગીમાં હાડમારી - દોજખભરી જિંદગી સિવાય કશું બચતું નથી....તેથી ગમે તેવી આર્થિક કે સામાજિક  મુસીબતોમાં પણ કોઈએ આત્મહત્યા કરવી કોઇ જ રીતે યોગ્ય નથી.

મુસીબતો થી ડરી જતાં વ્યક્તિને આવતો આત્મહત્યાનો વિચાર  દુધના ઉભરાની જેમ ક્ષણિક હોય છે અને એ ક્ષણ દરમિયાન કોઈ તેને રૂબરૂ મળે કે ફોન ઉપર પણ તેની સાથે વાત કરનાર કોઈ મળી જાય તો થોડી મિનિટોમાં જ તે વ્યક્તિનો આત્મહત્યા કરવાનો ખોટો નિર્ણય બદલાઈ શકે છે જેના કરોડો જીવંત ઉદાહરણ પણ છે.

Advertisements

ઉપરોક્ત યુવાન અવિનાશે આત્મહત્યા કરતા પહેલા તેના કોઈક  એક મિત્ર  સાથે વાત થઈ હોત તો સો ટકા શક્યતા હતી કે અવિનાશનો આત્મહત્યાનો  વિચાર બદલાયો હોત અને આજે કદાચ તે આપણી સાથે હોત...

 અવિનાશનો દુઃખદ પ્રસંગને નજર સમક્ષ રાખીને

માતૃશ્રી હીરાબા ચેરીટેબલ ટ્રસ્ટ.પાલનપુર અને જન સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ.પાલનપુર દ્વારા આજથી નવ માસ પહેલા

 'આત્મહત્યાને કહો ના' નિશુલ્ક

ટેલીફોનીક હેલ્પ લાઇન ખુલ્લી મુકવામાં આવી છે જેમાં જોડાયેલા અનુભવી મિત્રો..અને  ડોક્ટર....દ્વારા  અતિ મૂંઝાયેલા અને આત્મહત્યા કરવા તત્પર એવા લોકો વિના સંકોચ  ફોન કરીને પોતાની મુંઝવણ રજૂ કરી માર્ગદર્શન મેળવે છે અને આત્મહત્યાનો  પોતાનો વિચાર છોડી સામાન્ય જિંદગી જીવવા  લાગે છે...

અત્યાર સુધીમાં લગભગ 15 વ્યકિતઓએ આ ટેલીફોનીક સેવાનો લાભ લઈ પોતાના નકારાત્મક વિચારો ત્યજી સામાન્ય જીવન અપનાવ્યું છે....અને એ બાબત જ આ નિશુલ્ક સેવા 'આત્મહત્યાને કહો ના'ની જ્વલંત સફળતા છે....

આથી તમામ શહેરીજનો-મિત્રોને આ નિશુલ્ક સેવાનો વધુમાં વધુ  પ્રચાર  પ્રસાર કરવા વિનંતી છે જેથી આપણે કોઈ  એકની કિંમત જિંદગી બચાવી શકીએ...

ચાલો  એક સાથે એક,અગિયાર બની સહકારથી નિશુલ્ક સેવા અભિયાનને આગળ વધારીએ....

ચાલો મિત્રો આપણે પણ કોઈ એકને જીવવાનું કારણ બતાવી જીવાડી દઇએ....

આભાર....હેલ્પ લાઇન નંબર..

ડો.પ્રકાશ મોદી  મો. ૯૮૨૫૦૨૫૬૮૭                                                         માતૃશ્રી હીરાબા ચેરીટેબલ ટ્રસ્ટ                                   

જયેશ સોની . મો. ૯૮૨૪૯૩૨૫૦૬ 

જન સેવા એજ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર..dr ભરતભાઈ વૈદ્ય.. 8401691995...જીતલબેન.8558600551.. ધ્રુવ ગુપ્તા..7990800941..શિલ્પાબેન  7567365308..આશાબેન. 7203809352.ગોવિંદભાઈ...9898844943...અહેમદભાઈ હાડા..9426403944..વિશ્વેશભાઈ..9427086185 ...પતંજલિ બેન...9687275110..દિલીપભાઈ સોની....7984229492..ભાયચંદભાઈ...9427315824...

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ