ઝઘડીયા અને તલોદરા ગામે ભાજપા યુવા મોરચા દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિન મનાવાયો

ઝઘડીયા અને તલોદરા ગામે ભાજપા યુવા મોરચા દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિન મનાવાયો

✍️ ગુલામ હુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ 

ભરૂચ: ગઈકાલે તા.૧૪ મી ઓગસ્ટના રોજ ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયા નગરનાં હનુમાનજી મંદિરથી લઈને બજાર મુખ્ય ચોક સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, યુવા મોરચાનાં પ્રમુખ ધ્રુપલ પટેલ તેમજ યુવા કાર્યકરો દિનેશ વસાવા, હિરલ પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ હાથમાં મશાલો અને રાષ્ટ્રધ્વજ સાથે મુખ્ય માર્ગ પર ફર્યા હતા.ઉપરાંત ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે પણ  ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

  આ પ્રસંગે સંકલ્પ દિવસનો મહિમા વર્ણવીને તેને લગતું જરુરી માર્ગદર્શન અત્રે ઉપસ્થિત કાર્યકરોને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કરીને કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં મેહુલભાઈ વાળંદ, ઝઘડિયા તાલુકાના અગ્રણી  રવજીભાઈ વસાવા, વિજયભાઈ વાંસદિયા તેમજ સિદ્ધરાજ સિંહ સહિત અગ્રણીઓ તેમજ કાર્યકરો હાજર રહ્યાં હતાં.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ