છોટાઉદેપૂરમાં હઝરત હાજીપીર નિઝામુદ્દીન બાબાસાહેબ નો ૬૫ મો ઉર્સ મેળો મોકુફ રખાયો
છોટાઉદેપૂરમાં હઝરત હાજીપીર નિઝામુદ્દીન બાબાસાહેબ નો ૬૫ મો ઉર્સ મેળો મોકુફ રખાયો
દરગાહના વહીવટકર્તા દ્વારા નિર્ણય લેવાયો
✍️ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર.
છોટાઉદેપુર નૂરાની કબ્રસ્તાન ખાતે આવેલ હઝરત હાજીપીર નિઝામુદ્દીન બાબા સાહેબના ગુજરાતભરમાં હજારોની સંખ્યામાં અનુયાયીઓ આવેલાં છે. ખાસ કરીને મધ્ય ગુજરાતનાં છોટાઉદેપુર, વડોદરા, દક્ષિણ ગુજરાતનાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દક્ષિણ ઉત્તર ગુજરાતના અમદાવાદ, મહેસાણા, કડી, કલોલ જિલ્લાઓમાં બાબા સાહેબના અનુયાયીઓ આવેલાં છે.
દર વર્ષે મોહરમ માસની 13, 14 અને 15 તારીખ એમ ત્રિ દિવસીય બાબા સાહેબની દરગાહ ખાતે કોમી એખલાસ નાં વાતાવરણમાં શ્રદ્ધાભેર ઉર્સની ઉજવણી કરવામાં આવે છે. જેમાં હિન્દુ-મુસ્લિમો ખભે ખભા મિલાવી આ ઉત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવે છે.
મોટા મિંયા માંગરોળ ગાદીના સજ્જાદાનશીન ઘેર ઘેર ગાયો પાળવાનાં ઉપદેશો આપનાર શાંતિપ્રિય કોમી એખલાસ નાં હિમાયતી સૈયદ મખદૂમ હજરત હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબ ચિસ્તી ફરીદી તેમજ મોટામિયા માંગરોલની ગાદીના ખલીફા મખદુમ હજરત બહાદુર અલી શાહ ઉર્ફે બસીર આલમ ચિસ્તી ફરીથી દાદા સાહેબ તથા મખદૂમ હજરત મહંમદ શાહ ચિસ્તી કાદરી નિઝામી સાબરી જબલપુરી બાબા સાહેબનો ચાલુ સાલે અંગ્રેજી તારીખ 23, 24 અને 25 ઓગસ્ટના રોજ યોજાનાર 65 મો ઉર્સ મેળો હાલ કોરોના મહામારીનો ખતરો સંપૂર્ણપણે નાબૂદ થયો નથી અને નિષ્ણાંતોના મતે ત્રીજી લહેરની શક્યતાઓ પણ દર્શાવાઇ રહી છે, ત્યારે ભાવિક ભક્તોની સલામતીને ધ્યાને રાખી ઉર્સ મેળાનાં આયોજક અને દરગાહ વહીવટકર્તા ભગત પરિવારનાં નિશારભાઈ ભગતે ચાલુ વર્ષે યોજાનાર 65 મો ત્રી દિવસીય મેળો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
#gujaratnivacha
આપની આસપાસ બનતી ઘટનાઓની માહિતી કે આપના લેખ અમારાં આપેલ મેઈલ એડ્રેસ પર મોકલી આપવા વિનંતી.
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹


Comments
Post a Comment