ઝઘડિયા નજીક નર્મદા કિનારે પશુપાલકને મગર ખેંચી ગયો.
દોઢ કલાકની જહેમત બાદ પશુપાલકનો મૃતદેહ મળ્યો
✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ/રાજપારડી: આજે ઝઘડિયા તાલુકાના લીંમોદરા ગામના એક પશુપાલકને મગર ખેંચી ગયો હોવાની ઘટના બની છે, જેમાં પશુપાલકનું મોત થવા પામ્યું છે.આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના લીંમોદરા ગામે રબારી ફળિયામાં રહેતા ૫૨ વર્ષીય રામજીભાઈ માનસંગભાઈ રબારી મજુરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરે છે.આજે સવારે તેઓ પોાતાના પશુઓને ચરાવવા માટે લાડવાવડ નર્મદા નદી કિનારા તરફ ગયા હતા, તે દરમિયાન નદીમાંથી ધસી આવેલ એક મગર રામજીભાઈને નર્મદાના ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો.તેઓએ બચાવો-બચાવોની બૂમ પાડતા નદીના કિનારે ઉભેલા તેમના સંબંધીએ આ જોતા તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મગર રામજીભાઇને ઉંડા પાણીમાં ખેંચી ગયો હોઇ તેઓ બચાવી શક્યા ન હતા. રામજીભાઈને મગર ખેંચી ગયો હોવાની ખબર લિમોદરા તેમજ આજુબાજુના વિસ્તારમાં થતાં લાડવાવડ નર્મદા કિનારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ રામજીભાઈની શોધખોળ ચલાવી હતી. દોઢ બે કલાકની ભારે જહેમત બાદ રામજીભાઈનો મૃતદેહ ઊંડા પાણીમાંથી શોધી કાઢવામાં તરવૈયાઓને સફળતા મળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે તરવૈયાઓ રામજીભાઈના મૃતદેહને નદીના ઉંડા પાણીમાં શોધતા હતા ત્યારે ત્રણથી ચાર વખત ઘટનાસ્થળે મગરે દેખા દીધી હતી, જેને લઇને નદી કિનારે ઉભેલા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
#gujaratnivacha
આપની આસપાસ બનતી ઘટનાઓની માહિતી કે આપના લેખ અમારાં આપેલ મેઈલ એડ્રેસ પર મોકલી આપવા વિનંતી.
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳



Comments
Post a Comment