કોડીનાર ખાતે નારી ગૈારવ દિવસની ઉજવણી કરાઇ
કોડીનાર ખાતે નારી ગૈારવ દિવસની ઉજવણી કરાઇ
નરેન્દ્ર ભાઈ દવે
ગીર-સોમનાથ: રાજ્ય સરકારનાં પાંચ વર્ષ પુરા થતા સમગ્ર રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આજે કોડીનાર કારડીયા રાજપુત હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને નારી ગૈારવ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં પ્રમુખશ્રી અને મહાનુભાવો દ્વારા મહિલા અને બાળ વિકાસ અંતર્ગત વિવિધ કામોનું ઇ-લોકાર્પણ અને સ્વસહાય જુથોને મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment