ઝઘડીયા રાજપારડી પંથકમાં પંદરમી ઓગસ્ટની સાદાઇથી ઉજવણી
🔶રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સહુએ કટિબદ્ધ બનવું પડશે એવી લાગણી ઉચ્ચારવામાં આવી
✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ: ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકામાં પંદરમી ઓગસ્ટના પર્વની કોરોના મહામારી અંતર્ગત સાદાઇથી ઉજવણી કરવામાં આવી.
ઝઘડીયા નગરમાં સેવાસદન ખાતે પ્રાંત અધિકારી પી.એલ. વિઠાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ. તાલુકા પંચાયત કાર્યાલય ખાતે તાલુકા પ્રમુખ રીનાબેન વસાવાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઝઘડીયા ખાતે આયોજિત કાર્યક્રમમાં કોરોના મહામારીમાં સારી કામગીરી કરનાર શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. રાજપારડી ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે કાર્યકારી સરપંચ પી.સી. પટેલનાં હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આયોજીત કાર્યક્રમમાં કાર્યકારી સરપંચ પી.સી. પટેલ, ગામ અગ્રણી ભુપતસિંહ કેસરોલા સહિત અગ્રણીઓ તેમજ કન્યાશાળા અને કુમાર શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. પી.સી. પટેલએ તેમનાં પ્રસંગોચિત વકતવ્યમાં પંદરમી ઓગસ્ટના દિવસનું મહત્વ સમજાવીને ઉપસ્થિતોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
રાજપારડી નજીકનાં સારસા ગામે પ્રાથમિક શાળા ખાતે પંદરમી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં સરપંચ અંબાલાલ વસાવા નાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ. આ પ્રસંગે શાળાનાં આચાર્ય સુરેશભાઈએ વિધ્યાર્થીઓ તેમજ ઉપસ્થિતોને સ્વાતંત્ર્ય પર્વનો મહિમા સમજાવીને રાષ્ટ્રનાં સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ યોગદાન આપવા આગળ આવવાં અનુરોધ કર્યો હતો.
ઉમલ્લાની નવદુર્ગા હાઇસ્કુલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતનાં સદસ્ય મહેન્દ્રસિંહ વાસદીયાએ ધ્વજવંદન કર્યુ હતું. તાલુકાનાં અન્ય ગામોએ પણ સ્વાતંત્ર્ય પર્વ શાંતિમય માહોલ વચ્ચે સાદગીથી મનાવવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છેકે વર્ષો પહેલા દેશ જ્યારે અંગ્રેજોની ગુલામી હેઠળ હતો ત્યારે આઝાદીની લડતમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર શહિદોએ પોતાનુ લોહી વહાવીને દેશને આઝાદી અપાવી હતી, ત્યારે શહિદોના ખુનથી સિંચાયેલ આઝાદીનું જતન કરવાની આપણા સહુની પણ ફરજ ગણાય એવી લાગણી અગ્રણીઓએ વ્યક્ત કરી હતી.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳



Comments
Post a Comment